FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં ઝાલોદ રોડ પર આવેલી દુકાનોમાં ગત રાત્રીના સમયમાં ચોર ત્રાટક્યા હતા અને ત્રણ દુકાનો સહિત સાત મકાનોને પણ નિશાન બનાવ્યા હતા. ચોર ટોળકી દ્વારા દુકાન અને મકાનો સહીત રોકડ રકમ, ઘરેણા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે દુકાન માલિકોને જાણ થતા સંજેલી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ સંજેલી જમાદાર ઘટના સ્થળ આવી પહોચ્યા હતા.
સંજેલીના ઝાલોદ રોડ પર આવેલ તાલુકા સેવા સદનની બાજુમાં આવેલા હરીજન વાસમાં આવેલા ચાર મકાનોમાં તેમજ તાલુકા સેવાસદનની આવેલા મકાનોમાં મંગળવારની મોડીરાત્રીના અરસામાં બંધ મકાનને તાળાના નકુચા થોડી ઘરમાં ઘુસી તિજોરી કબાટના દરવાજા થોડી સમાન વીર વિખેર કરી સમાન અને રોકડ રકમ અને દાગીના લઇ ગયા હતા જયારે આ સાત મકાનો બંધ હાલતમાં હોવાથી કોઈ જાણબેદુ હોય તેવી લોકોમાં ચર્ચા જયારે ઝાલોદ રોડ આવેલી માર્કેટ યાર્ડની બાજુમાં ધરતી બીજ ભંડાર તેમજ બે કરિયાણાની દુકાનના શટલો થોડી રોકડ રકમ લઇ ગયા હતા.
અગાઉ પણ સંજેલી માર્કેટ યાર્ડની ૧૯ દુકાનો તોડી ફાયરીંગ કરી ચોરીને અંજામ આપી નાસી છુટ્યા હતા જેનું આજ દિન સુધી પોલીસ ને પગેરું ન મળતા ફરી ગત રાત્રનીના રોજ સાત મકાન અને ત્રણ દુકાનોના તાળા થોડ્યા હતા
સંજેલી નગરની પ્રજામાં ચોરી ભય સતાવી રહ્યો છે કે તંત્ર દ્વારા આવા તત્વોને પકડીને પોલીસ સ્ટેશનના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ચોર ટોળકી ઝાલોદ રોડ પર આવેલી દુકાનોને નિશાને લેતા હોય છે
જે સ્થળમાં દુકાનો તૂટી છે ત્યાં તે સ્થળ ઉપર હોમ ગાર્ડ જવાનોનો નાંઈટ ડ્યુટી હતી તેમ છતા પણ ત્રણ દુકાનો તાળા તૂટ્યા હતા