FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે વસતા જૈન સમાજ દ્વારા તા.૦૯.૦૪.૨૦૧૭ રવિવારના રોજ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૨૬૧૫મી જન્મ જયંતિની ઉજવણી ધામધુમથી મનાવવામાં આવી હતી. જૈન સમાજ દ્વારા સ્વયંભુ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ કરી જન્મ જયંતીની ઉજવણીમાં જોડાયા હતા.
આજે વહેલી સવારથી ચાલી ફળિયામાં આવેલ જૈન દેરાસર ખાતે પહેલી શ્રી મહાવીર સ્વામી ભગવાનની પુજા કરવામાં આવી હતી ત્યારબાદ સંજેલીના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમાજના આગેવાનો, મહિલાઓ, બાળકો તેમજ મોટી ઉમરના વયોવૃદ્ધ લોકો પણ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન “જીયો ઓર જીને દો”ના નારા લગાવવામાં આવ્યા હતા શોભાયાત્રા બાદ મહાવીર સ્વામી ભગવાન વિષે બાળકો દ્વારા અલગ-અલગ ભાગ તેમના જીવન ચરિત્ર ઉપર નાટક ભજવવામાં આવ્યા હતા, તેમના જન્મથી માંડીને દેવલોક સુધીના તમામ જીવન પર્યાય દોહરાવ્યા હતા અને ત્યારબાદ ભોજન પ્રસાદી કરવામાં આવી હતી.