સંજેલી મામલતદાર કચેરીથી જુના સ્ટેશન ના આર સી રોડ ની કામગીરી માટે અંદાજીત રૂપિયા 70લાખ ના ખર્ચનો અંદાજ છે ત્યારે થોડા સમય પહેલા જ રસ્તાની કામગિરી શરૂ કરવામાં આવી હતી નગરના 5 રસ્તાની કામગિરી પુરી થઈ જ નથી ત્યાં તો મેન બજાર ઝાલોદ રોડ પર બનાવેલ આરસીસી રોડની સિમેન્ટની પોપડીઓ ઉખડવાનું ચાલુ થઇ ગયું છે રસ્તા પર જીણી કાંકરીઓ બહાર નીકળી રહી છે ત્યારે લાખોના ખર્ચે બનતા આ રસ્તાઓ નું ભવિષ્ય કેટલું તે પ્રશ્ન લોકોમાં ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક દિવસ થી રાજમહેલ માંડલી રોડના રસ્તાઓની કામગીરી પણ અધૂરી મૂકી દેવામા આવી છે આથી આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે સંજેલીમાં સોમવારના રોજ ગ્રામ સભામાં પણ લોકો એ આ બાબતે રજુઆત કરી હતી કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરી જે રસ્તા નું કામ ચાલી રહ્યું છે તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવા માં આવેલ વર્ક ઓડર પ્રમાણે કામગીરી થઇ છે કે કેમ તેની તાપસ કરવી જરૂરી બની છે..આ પહેલાના વર્ષો જુના આર સીસી રસ્તાને તોડતા જેસીબી ચાલકો પણ થાકી જતાહતા ત્યારે હાલમાંજ બનાવેલ રસ્તાની કાંકરીઓ રોડ પર ઉખડી રહી છે ત્યારે લોકો માં એક પ્રશ્ન છે કે શું આ નવો રસ્તો ભારે વરસાદમાં વહેતા પાણીમાં વહી તો નહી જાય ને ?
સંજેલીમાં નવા બનાવેલ RCC રોડની કામગીરી પૂર્ણ થાય તે પહેલા રસ્તા પર કાંકરીઓ ઉખડવા લાગી
RELATED ARTICLES