સમગ્ર દેશમાં ચાલી રહેલા હિંદુ દેવી દેવતાવાળા ફટાકડા ઉપર લગાવેલ વિરોધ પ્રદર્શન ચાલુ હોઈ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મુખ્ય મથકે પણ આ જ હેતુસર લક્ષ્મીજી તથા અન્ય ધાર્મિક ફોટાવાળા ફટાકડા તેમજ બોમ્બ વેચવા સામે વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર દેશભરમા હિન્દૂ સંગઠનો દ્વારા સખત વિરોધ ચાલી રહ્યો છે કારણ કે આવું કૃત્ય થવાથી સમગ્ર દેશભરમા હિન્દૂ સમાજની લાગણી દુભાઈ રહી છે. ત્યારે સંજેલી તાલુકામાં પણ જાગૃત હિન્દૂ સંગઠનના યુવાનો દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમા લઇને સંજેલી તાલુકામાં હિન્દૂ યુવાનો દ્વારા સંજેલી પોલીસ સ્ટેશનમાં PSI ને રજુઆત કરાતા તે સંદર્ભે સંજેલી ટાઉન PSI એ પોલીસ સ્ટાફના બે જવાનોને હિન્દૂ સંગઠનના યુવાનો સાથે સંજેલી નગરની ફટાકડાની દુકાને દુકાને ફરી અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફટાકડાના વેપારીઓને સમજ આપી હતી અને ધાર્મિક ફોટાવાળા ફટાકડા ન વેચવા માટે અપીલ કરી હતી.
સંજેલીમાં હિંદુ સંગઠનના યુવાનો દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી ફટાકડાના વેપારીઓને ત્યાં હિંદુ દેવીદેવતાના ફોટાવાળા ફટાકડાનું ચેકીંગ કરવામાં આવ્યું
RELATED ARTICLES