
દાહોદ જિલ્લાના સંજેલીમાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપ.મકવાણાના માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગ ના વિદ્યાર્થીઓ દ્વારા આજે ૨ જી ઓકટોબર ગાંધી જયંતિ પ્રસંગે ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મહાત્મા ગાંધીજીની છબીને ફુલહાર પહેરાવીને નમન કર્યા હતા. વધુમાં મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર વિશે બાળકોને માહિતી પણ આપવામાં આવી હતી.