

FARUK PATEL SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે આજે રોજ તા.૦૯/૧૦/૨૦૧૬ રવિવારના રોજ સંજેલી કન્યા વિદ્યાલય, અભિનંદન માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક હાઈસ્કૂલ અને ડો. શિલ્પન આર. જોશી મેમોરિયલ હાઇસ્કૂલ એમ ત્રણ શાળામાં વન રક્ષકની પરીક્ષા યોજાઇ હતી. જેમાં કુલ ૧૪૪૦ પરિક્ષાર્થી માથી ૧૦૬૩ પરિક્ષાર્થી હાજર અને ૩૭૭ પરિક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા.
સંજેલી તાલુકામાં વનરક્ષક પરીક્ષાનું કેન્દ્ર ઉપરોક્ત ત્રણ શાળામાં આપવામાં આવ્યું હતું. ત્યારે સંજેલી કન્યા વિદ્યાલયમાં કુલ ૬૦૦ વિદ્યાર્થીઓ પૈકી a વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે ૧૫૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અભિનંદન મા. અને ઉ. મા. હાઇસ્કૂલમાં ૪૮૦ સાંખ્યમાથી ૩૬૫ હાજર અને ૧૧૫ ગેરહાજર જ્યારે ડો.શિલ્પન જોશી મેમોરિયલ હાઇસ્કૂલમા ૩૬૦ માથી ૨૫૧ હાજર અને ૧૦૯ ગેરહાજર રહ્યા હતા.
આ પરીક્ષા આપવા માએ સુરત જિલ્લાના પરિક્ષાર્થીઓ પણ પરીક્ષા આપવામાટે આવ્યા હતા અને સંજેલી ખાતે કડક પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
પરીક્ષા બોર્ડ > સંજેલી તાલુકાની આ ત્રણ શાળાના નામના બોર્ડ યોગ્ય જગ્યાએ મૂકવામાં ન આવતા અને વંચાય તેવા કલરમાં પણ ન લખાવતા પરિક્ષાર્થીઓએ શાળા શો વંચાય ધવા માટે સંજેલી ગામના સ્થાનિક રહેવાસીઓનો સહારા લેવા પડ્યા હતા. જ્યારે શાળા સંચાલક દ્વારા પોતાની શાળાના નામના બોર્ડ યોગ્ય જગ્યાએ વંચાય તેવી જગ્યાએ લગાવવા જોઈતા હતા તેવી બાબત પરિક્ષાર્થીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.