Faruk Patel – Sanjeli
સંજેલી ગામમાં આવેલ આંગણવાડીમાં તેમજ તેની આસપાસ ચોમાસાનો વરસાદ પડ્યો હોય તેમ ગંદકી જ ગંદકી અને ચારે તરફ દબાણો નજરે પડે છે જયારે માંડલી રોડ પર આવેલ મહંમદીયા નામની આંગણવાડી કેન્દ્રની ચારે તરફથી ગટરમાંથી આવતું જે પાણી આ આંગણવાડી કેન્દ્રની આગળ જોવા મળે છે. જેથી બાળકોને આંગનવાડીમાં જવા માટે આવા ગંદા કાદવમાં પગ મુકીને જવું પડે છે અને આખો દિવસ ખરાબ દુર્ગંધનો સામનો કરવો પડે છે ત્યારે આવા નાના-નાના ભૂલકાઓને કોઈ બીમારી થાય તેવી તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું ?
સંજેલીની બધી જ આંગણવાડીઓ આગળ ગંદકી અને દબાણ જ જોવા મળે છે. આજુબાજુના વિસ્તારમાંથી ગંદકીના પાણી આ આંગણવાડી કેન્દ્રની છેલ્લા કેટલાય સમયથી દુષિત પાણીના કારબા ભરતા હોય છે ત્યારે આ બાબતની આંગણવાડી સંચાલક દ્વારા વારંવાર પંચાયતમાં તથા I.C.D.S. શાખામાં રજૂઆત કરવામાં આવી છતાં પણ પંચાયત દ્વારા કે જે તે શાખા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી અને હાલમાં બાળકોને આંગણવાડીમાં જવા માટે ગંદા પાણીમાં થઈને જવું પડે છે અને બાળકો માટે રમવાનું મેદાન પણ નથી જયારે આપના વડાપ્રધાન સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે સંજેલી નગરમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. અને તે પણ શાળા, આંગણવાડી કેન્ડો આગળ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના બાળકોને કાદવ-કીચડ અને ગંદકીના કરને ઉભરતા મચ્છરોનો પણ ભોગવે છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગંદકીની સમસ્યા દુર થાય તેવી વાલીઓની માંગ છે. I.C.D.S. શાખાના દિપ્તીબેન અગાઉ યોજાઈ ગયેલ ગ્રામસભામાં વાત કરતા જણાવ્યું હતું કે જે આંગણવાડી કેન્દ્રોની આગળ ગંદકી અને દબાણ છે તે તાત્કાલિક દુર કરાવી અને રમવા માટે મેદાન ખુલ્લું કરાવીશું તેમ જણાવ્યું હતું છતાં પણ આજદિન સુધી કોઈ આ બાબતની કોઈપણ વન ધ્યાને લીધેલ નથી તેમજ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેમ છે લોકચર્ચા સંજેલી નગરમાં ચર્ચાઈ રહી છે.