સંજેલી નગર જયારે સ્ટેટ હતું તે સમયથી મહારાજા પુષ્પસિંહજી ના માર્ગદર્શન હેઠળ સંજેલી નગરમાં આખા નગરની એક જ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દિવસે સાંજે પહેલા રાજવી પરિવાર દ્વારા હોળીની પૂજાવિધિ થયા બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખીને સંજેલીના લોકો દ્વારા તાલુકા સેવા સદન ની સામે એક જ જગ્યાએ હોળી ઉજવવામાં આવે છે. જેનાથી પર્યાવરણમાં પણ ઓછુ નુકશાન થાય છે અને લાકડાની પણ બચત થાય છે.
હોળીના બીજા દિવસે ધામધુમથી સંજેલી નગરજનો દ્વારા ધુળેટીની ઉજવણી કરી એકબીજાને રંગોથી રંગીને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.