Thursday, October 31, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાસંજેલી તાલુકાના તિથિના મુવાડા ગામના 15 વર્ષના યુવકને મોઢાના ભાગમાં લાકડું ભરાઈ...

સંજેલી તાલુકાના તિથિના મુવાડા ગામના 15 વર્ષના યુવકને મોઢાના ભાગમાં લાકડું ભરાઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડાયો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તિથિના મુવાડા ગામના 15 વર્ષના યુવકને મોઢાના ભાગમાં લાકડું ભરાઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડાયો.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના તિથિના મુવાડા ના 15 વર્ષેના યુવાન પિયુષ કન્યાદાન લેવા અર્થે  આવેલ હતો અને તે દરમિયાન ટેમ્પામાંથી પડી જતા મોઢાના ભાગમાં લાકડું ભરાઈ ગયેલ હતું. જે ચાર ઇંચ જેટલું અંદર ઘૂસી ગયું હતું. તાત્કાલિક 108 ને પણ જાણ ન કરી અને પ્રાઇવેટ ગાડીથી અર્જન્ટમાં આસપાસના લોકો દ્વારા તેને વિનાયક હોસ્પિટલ ફતેપુરા ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યાં હોસ્પિટલમાં ડોક્ટર અનિલ તાવીયાડે એક્સરે વિગેરે લઈ તેની સારવાર કરી તેને સીટી સ્કેન કરવા માટે લુણાવાડા મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ નોર્મલ રિપોર્ટ આવતા તેની સર્જરી કરવામાં આવી હતી અને સર્જરી સફળ બનતા ચાર ઇંચનું લાકડું તેના મોઢાના ભાગેથી કાઢવામાં આવ્યું હતું. હાલમાં પિયુષ ની હાલત સારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments