દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પીછોડા ગામે આવેલ એક શેરી રસ્તો છે. જે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષો જૂનાં પીછોડા ગામના સરકારી ગૌચરનો સર્વે નંબર 20માં આવેલ રસ્તો ગામના ડુંગર્ભીત ફળિયાના લોકોને
ખુબ જ ઉપયોગી છે. હાલમાં વરસાદમાં પણ સદર રસ્તો કાચો છે. રસ્તાને પાકો બનાવવા માટે પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. સદર રસ્તા બાબતે દાહોદ સાંસદને પણ રજુઆત કરવામાં આવેલી છે. આ શેરી રસ્તો મંદિર ફળિયાના લોકો માટે ખુબ જ મદદરૂપ હોવા છતાંય કેટલાક ઈસમો તેનાં પર માલીકી હક જમાવતાં હોય તેવી રીતે આવવા જવાનો રસ્તો બંધ કરી દેતા તાજેતરમાં જ આ બાબતે સંજેલી મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં આગેવાનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી આવેદન આપવામાં આવ્યું
સંજેલી તાલુકાના પીછોડા ગામે શેરી રસ્તો બંધ કરતા તાલુકા મામલતદારને આવેદન આપવામાં આવ્યું
RELATED ARTICLES