દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસિયા કબીર મંદિરના મહંત શ્રી 108 સેવાદાસજી મહારાજ 93 વર્ષે સતલોક સીધાવ્યા છે. તેઓએ સરકારી નોકરી કરી નિવૃત્ત થયા પછી ધર્મના કાર્યમાં લાગી ગયા હતાં. તેઓએકબીર સાહેબના સત્યના માર્ગ ઉપર ચાલી એક ધાર્મિક આંદોલન જગાવ્યું હતું અને સંજેલી તાલુકામાં તેમના હજારો શિષ્યો બનેલા છે. તેઓએ કબીર સાહેબની વાણીને ઠેરે ઠેર અને આદિવાસી વિસ્તારમાં ગામેગામ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આજના તેઓના અંતિમ દર્શન માટે ધુંધડકા નિવાસી ગુરુ વિશ્રામદાસજી અને તાલુકાના આજુબાજુના અનેક સંતો મહંતો તથા ભક્તો હાજર રહી અને સમાધિ પૂજામાં સામેલ રહ્યા હતા અને અંતિમ દર્શન માટે ભક્તો તથા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
સંજેલી તાલુકાના વાંસીયા કબીર મંદિરના મહંત સતલોક વાસી થતાં અંતિમ દર્શન માટે શિષ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
RELATED ARTICLES