
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ હિરોલા ગામે સંજેલી રેંજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે સંજેલી તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ સંગાડા, ભાજપ તાલુકા પ્રમુખ જશુભાઈ બામણીયા, લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મિર્ઝાની હાજરી માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફોરેસ્ટ અધિકારી આર.જે. વણકરના માર્ગદર્શન મુજબ ગામડાના લોકોને વૃક્ષો માનવ જીવન માટે કેટલા મહત્વના છે તેમજ કેટલો ઓક્સિજન આપે છે, તેની સમજ આપી હતી અને તુલસી, આમલી, લીમડો જેવા છોડનું વિતરણ કરી ઘર આંગણે વૃક્ષારોપણ કરવાની સમજ આપી હતી. અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


