આ કામના ફરીયાદી ને જ્યારે દારપણાના દાખલાની જરૂરીયાત હોવાથી તે મામલતદાર કચેરી સંજેલી ખાતે જઇ ઓફીસમા મળતા અરજી આપવા જણાવેલ. જેથી તેઓએ આરોપી નં. ૨ મોહનભાઇ સોમાભાઇ બારીઆ ઉ.વ. ૪૯ વર્ષ, ધંધો સ્ટેમ્પ વેન્ડર રહે.ભામણ, પટેલ ફળીયુ, વાસીયા તા. સંજેલી,જી. દાહોદનાઓને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે ફરીયાદીના મોટાભાઇના નામે મિલ્કત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરીયાદીએ અરજી માલતદાર કચેરી સંજેલી ખાતે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આપતા દારપણાનો દાખલો ન મળતા ફરીયાદી ફરીથી તા.૧૧/૧૧/૨૦૨૪ ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઇ ઓફીસમા તપાસ કરતા તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, આ કામના આરોપી નં.૧ મેહુલ ચંન્દ્રકાન્તભાઇ રાજપાલ ઉ.વ. ૩૪ વર્ષ નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર સંજેલી મામલતદાર કચેરી સંજેલી હાલ રહે. સરકારી કવાટર્સ સી/બ્લોક મકાન નં.૪૦૨ સંજેલી તા-સંજેલી જી. દાહોદ મુળ રહે. લક્ષ્મીકૃપા સોસાયટી અમદાવાદ હાજર ન હોઈ અને આવતી કાલ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ આવશે. તેમ જણાવેલ જેથી ફરીયાદી તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઇ આરોપી નં.૧ ને મળતા આરોપી નં. ૧ નાએ આરોપી નં. ૨ ને મળી લેવા જણાવેલ. જેથી ફરયાદી આરોપી નં. ૨ નાઓની ઓફીસે જઇ મળતા આરોપી નં. ૨ નાએ આરોપી નં. ૧ મોબાઇલ ફોનથી વાતચીત કરી ફરીયાદી પાસે રૂ.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદીએ આજ રોજ પૈસા ન હોવાનુ જણાવી આવતી કાલે પૈસા આપવાનુ જણાવેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર A.C.B. ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદના આધારે બી.એમ. પટેલ મદદનીશ નિયામક, A.C.B. પંચમહાલ એકમ, ગોધરાના માર્ગદર્શન હેઠળ એમ.એમ તેજોત પી.આઈ. મહીસાગર A.C.B. પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.૨ નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા મામલતદાર કચેરી, સંજેલીના મેઇન દરવાજા સામે આવેલ આરોપી નં. ૨ ની દુકાનમાં સ્વીકારેલ અને લાંચના નાણાં આવી ગયેલ હોવાની પંચો રૂબરૂ આરોપી નં. ૧ સાથે મોબાઇલ ફોનથી વાતચીત કરી આરોપી નં. ૨ સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને આરોપી નં. ૧ નાઓ પણ પકડાઇ જઇ ગુનો કબૂલ કરેલ તે સંદર્ભે A.C.B. એ આગળની કાર્યવાહી કરેલ છે.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકાની મામલતદાર કચેરીમાં દાખલો આપવા માટે ₹.૫,૦૦૦/- ની લાંચ માંગતા નાયબ...