સંજેલી તાલુકાની વાણીયા ઘાટી પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધરાસાયી, પવન સાથે વરસાદ વરસતા જર્જરિત ઓરડાના પતરા ઉડ્યા. રવિવારે સ્કૂલ બંધ હોવાથી ઘટનામાં કોઈ હાનિ નહિ. જર્જરિત ઓરડાને રીપેરીંગ કરવા તંત્રને ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ આ મામલે દાહોદ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવુ છે કે વાણીયાઘાટી પ્રાથમિક શાળા, તા સંજેલીના કુલ ત્રણ ઓરડા પૈકી બે જર્જરિત જાહેર કરેલ છે. આ ઓરડાઓ વણવપરાયેલ જાહેર કરેલ હતા. ધોરણ – ૧ થી ૫ ના શાળામાં ૬૩ બાળકો અભ્યાસ કરે છે. દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળા માટે રાજ્ય કક્ષાએ થી કુલ ૨૦૦૦ જેટલા નવા ઓરડા મંજુર થયેલ છે અને ટેન્ડર જાહેર પણ કરેલ છે. આવા જર્જરિત ઓરડા ઘરાવતી શાળાઓમાં બાળકોની સલામતી ને ધ્યાનમા રાખી પાળી પદ્ધતિ, નજીક કોઈ મકાનમાં બેઠક વ્યવસ્થા, વાહન સુવિધા આપી નજીકની અન્ય શાળામાં વૈકલ્પિક શિક્ષણ વગેરે કરેલ છે. અને આ તમામ સુચારુ કામગીરી માટે જે તે શાળાના આચાર્યને લેખિત માં સુચના કરેલ છે.
સંજેલી તાલુકાની વાણીયા ઘાટી પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધરાસાયી મામલે DPEO દ્વારા જણાવાયું કે આગળથી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને નવા ઓરડાનું E ટેન્ડરિંગ થયેલ છે
RELATED ARTICLES