દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તા.૦૫/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણને લઈ થયેલા ભૂમિ પૂજનના કાર્યક્રમને સંજેલી નગરના યુવાનોએ ઉત્સાહભેર દિવાળીની જેમ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. સંજેલી બસ સ્ટેન્ડ વિસ્તાર, ઠાકોર ફળિયા, મેઈન બજાર, પ્રજાપતિ ફળિયા જેવા વિસ્તારોમાં લોકોએ પોતાના મકાનો ઉપર કેશરી ધજા લહેરવામાં આવી હતી, જયારે રાત્રીના સમયે દિવાળીની જેમ ઘરે ઘરે દીવડા પ્રઘટાવી અને ફટાકડા ફોડીને રામ મંદિરના શિલાન્યાસને વધાવી લીધો હતો.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકામાં અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો ઉત્સવ લોકોએ દિવાળી જેમ મનાવ્યો