દાહોદ જિલ્લાના સંજેલી તાલુકમાં તા.૧૯/૦૫/૨૦૨૦ ના રોજ અમદાવાદ થી સંજેલી પોતાની સાસરીમાં આવેલા એક ભાઈને આરોગ્ય વિભાગે તપાસ અર્થે મોકલતા તા.૨૩/૦૫/૨૦૨૦ ને શનિવાર ના રોજ આ ભાઈ નામે મુકેશ મગન અંસેરીયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી તંત્ર દોડી આવ્યું હતું અને રવિવાર થી ચાલી ફળીયા, તળાવ ફળીયા તથા શારદા હોસ્પિટલ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા. અને આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઈ હતી. ત્યારબાદ આજે તા.૨૮/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ સંજેલી નાયબ કલેકટર, સંજેલી તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, આરોગ્ય કર્મચારિયો તથા સંજેલી P.S.I. તથા અન્ય અધિકારીએ સંજેલી ચાલી ફળીયા, શારદા હોસ્પિટલ વિસ્તાર તથા તળાવ ફળીયા જેવી ગળીઓની મુલાકત લીધી હતી અને સ્થાનિક રહીશોને કઈ કઈ મુશ્કેલી પડી રહી છે તે અંગે લોકોની રજુઆત સાંભળી હતી. ત્યાર બાદ સંજેલી સરપંચ કિરણભાઈ રાવતને જરુરી સૂચના આપવામાં આવી હતી અને વચ્ચેની એક ગળીમાં જીવન જરૂરિયાત કામ માટે રસ્તો ખોલવા માટે સૂચના આપી હતી અને શાકભાજી જેવી આવશ્યક ચીઝ વસ્તુઓ માટે પાસની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકામાં કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં નાયબ કલેક્ટ તથા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું નિરીક્ષણ
સંજેલી તાલુકામાં કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં નાયબ કલેક્ટ તથા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું નિરીક્ષણ
By NewsTok24
0
648
RELATED ARTICLES