Saturday, January 25, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠો સમયસર અને કાયમી ન મળતાં સાંસદને રજૂઆત

સંજેલી તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠો સમયસર અને કાયમી ન મળતાં સાંસદને રજૂઆત

 FARUK PATEL –– SANJELI 
  • વરસાદે વિરામ લેતા વીજ પુરવઠો ન મળતા પાકો  સુકાતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યું.
  • ખેડૂતોની રજૂઆતો  હેલ્પરથી લઇ ને અધિકારીઓ સુધી કોઇ સાંભળતું નથી.
સંજેલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાને લઇને વારંવાર અનેક રજૂઆતો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી ખેતીવાડી વીજ પુરવઠો પણ સમયસર આપવામાં આવતો નથી તેમજ માત્ર બે ત્રણ કલાક જ અપાતા ખેડૂતોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે ખેડૂતોને ડાંગર નિ વાવણી કરવામાં પણ મોટી તકલીફ પડી રહી છે  ખેડૂતોના ઉભા પાક સૂકાવા માંડયા છે ત્યારે ખેડૂતોને માથે આભ તૂટી પડ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા સંજેલી તાલુકા મથકે સમયસર અને નિયમિત વિજપુરવઠો મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે
થોડા દિવસ અગાઉ જ વિધાનસભામાં ખેતીવાડીમા ખેડુતો માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવા ચર્ચા કરવામાં આવી  હતી ત્યારે વીજ તંત્ર દ્વારા સંજેલી તાલુકા માટે કોઈ જાની દુશ્મની હોય તેમ રેગ્યુલર વીજ પુરવઠો મળતો નહીં તેમજ ખેડૂતોને ખેતી લાઇનો તો દસથી પંદર દિવસ સુધી બંધ રહેતી હોય છે. ખેડૂતો કમ્પલેન કરી કરીને થાકી જાય છે તેમ છતાં પણ તે બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોને પોતાનું ડાંગર અને વાવણી સમય રાહે કરાય તે માટે ડાયટની તાતી જરૂરિયાત હોય છે ત્યારે વીજ પુરવઠો બંધ રહેતાં પોતાના ઉભા પાકો પણ સૂકાવા માંડયા છે એક તરફ કુદરત પણ માં મૂકીને વરસાદ વરસતો નથી ત્યારે બીજી તરફ તંત્ર પણ સંજેલી તાલુકામાં મન મૂકીને કામ કરતું નથી ખેડૂતો દ્વારા વારંવાર ફોન ઉપર કમ્પ્લેન કરવામાં આવે છે તેમ છતાં પણ તેનું પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે હાલ જિલ્લા સંસદને પણ ખેતી લાઇનમાં વારંવાર ફોલ્ટ આવતા હોય છે તેમજ વીજ પુરવઠો પૂરતો મળતો નથી તે બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા સંજેલી ખાતે સમય સર્વિસ પુરવઠો મળી રહે તે બાબતે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે
જવાબ  પીછોડી ખાતે ખેતીવાડી લાઈનમાં છેલ્લા દસ પંદર દિવસથી એક બે કલાક જ વીજ પુરવઠો મળતો હોવાથી ડાંગરની વાવણી માટે મજૂરોને પાછા મોકલી દેવામાં આવે છે કૂવામાં પાણીની આવક છે ત્યારે વિજ પુરવઠો મળતો નથી. વારંવાર   કમ્પલેન નોંધવા છતાં પણ કોઇ સમસ્યાનો હલ ન થતો નથી. ડેપ્યુટી એન્જિનિયર દ્વારા ઊલટો ચોર કોટવાલને દંડે તેવી વાત કરવામાં આવે છે લાઇટ તો સમયસર અને પૂરતો ટાઇમ મળે છે સાંસદ જશવંતસિંહ ભાભોરને લેખિત રજૂઆત કરવામાં આવી છે : સંજેલી એ.પી.એમ.સી. ચેરમેન માનસિંગભાઇ રાવત પિછોડા
છેલ્લા દસ પંદર દિવસથી દિવસથી ડુંગરા પંચાયત વિસ્તારમાં ખેતી વાડી લાઇન બંધ હોવાથી સ્થાનિક  હેલપરો તેમજ ઝાલોદ એમજીવીસીએલ એન્જિનિયરને ટેલિફોન દ્વારા વારંવાર રજૂઆત કરી  કમ્પ્લેન પણ નોંધાવવામાં આવે છે  તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ ફરકતું નથી જેથી આ વખતે ડાંગરના પાકને મોટું નુકસાન થાય તેમ છે : પાર્સિંગ ભાઇ રાઠોડ  સરોરી, માજી આચાર્ય તથા  ભાજપા મહામંત્રી
જવાબ : અમારા હેલ્પરો બધા લાઇન પર જ છે  અને પીછોડી જે કાકાની સમસ્યા છે તેમના ફોન પર અટેન્ડ કરે છે  તે કાકા પોતાની મોટર બળી જાય છે તો પણ અમારા કર્મચારીને ફોન કરે છે જે મોટર રિપેરિંગ કરવું એ અમારું કામ નથી  અને વીજ પુરવઠો હાલ પણ ચાલુ જ છે : ઝાલોદ  ડેપ્યુટી એન્જિનિયર વાય આર રાણા
સંજેલી તાલુકાના પીછોડી પંચાયતમાં લાંછન ફળિયામા લગભગ 70 જેટલા ઘરોમાં ખેતીવાડી વિજ પુરવઠામાંથી ઘરના વપરાશ માટે વીજ લાઇનના કનેકસનો આપવામાં આવી છે. નવી લાઇન આપવાને બદલે તંત્ર દ્વારા મનમાની કરી લોકોને ગઈ 19મી સદીમા ધકેલી રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments