
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે તા.૧૭/૦૩/૨૦૨૦ ને મંગળવાર ના રોજ ધોરણ – ૧૦ ની SSC બોર્ડ ની છેલ્લી પરીક્ષા હોઈ વિદ્યાર્થીઓમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારના ૧૦:૦૦ વાગ્યા થી શરૂ થયેલી હિન્દી અને સંસ્કૃતનું પેપર હોઈ મેન ગેટ ઉપર થી જ કડક હાથે વિદ્યાર્થીઓને ચેકિંગ કરવામાં આવ્યું હતું. સંજેલી ની ડો શિલ્પન આર જોષી, કિરણ વિદ્યાલય, સંજેલી કન્યા વિદ્યાલય, સંજેલી અભિનંદન સ્કૂલ, ખાતે કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે તે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.