FARUK PATEL – SANJELI
- સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાને સંજેલી તાલુકામાં અભૂતપૂર્વ આવકાર સ્થાનિક નેતા મોટી સંખ્યામાં હાજર રહ્યા.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ એકતા યાત્રા સંજેલી તાલુકાના કોટા, ગાંગડ તલાઈ, પીછોડા, પ્રતાપપુરા, માંડલી, હિરોલા જેવા ૩૨ ગામડાંઓમાં ફરી દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ના રાષ્ટ્ર પ્રેમ અને એકતા સંદેશને જન-જનમાં ફેલાવવા આવી પહોંચી હતી. એકતા યાત્રાને વધાવવા દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર, પ્રાંત અધિકારી, મામલતદાર વી.જી.રાઠોડ, એસ.ડી. ચૌધરી, બી.એસ. સોલંકી T.D.O. એસ.જે. ભરવાડ, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન જગદીશભાઈ પરમાર, સલીમ મિર્ઝા, માનસિંગ રાવત, ફુલસિંગ ભમાત, કાળુભાઈ સંગાડા, જગ્ગુ બાપુ, રાજેશ ડામોર, માલપુર સરપંચ લીલાબેન રાજુભાઈ બારીયા, શંકરભાઈ મહારાજ તથા કાર્યકર-આગેવાનો, શિક્ષક મિત્રો, તાલુકાના તલાટી, સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એકતા રથમાં બિરાજમાન સરદાર સાહેબની પ્રતિમાને આદર પૂર્વક તિલક અને પુષ્પમાળા અર્પણ કરી અંજલિ પાઠવી હતી. ગામડાઓમાં આ એકતા રથને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સંજેલી તાલુકા પંચાયત ઉદ્ઘાટન કરવામાં આવશે. C.H.C. કેન્દ્રનું ભવ્ય બિલ્ડીંગ ટૂંક સમયમાં જ બનશે તેમજ ગોઠીબ થી સંજેલી તથા સિંગવડના ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે. ત્યારબાદ આ એકતા રથને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.