દાહોદ જીલ્લાના નવરચિત સંજેલી તાલુકામાં સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સરકારશ્રી ની યોજનામાં અતિ કુપોષિત બાળકોને આંગણવાડી કેન્દ્ર દ્વારા તૈયાર કરીને તાલુકા અને જીલ્લા મથકે મોકલવામાં આવે છે. તે યાદી મુજબ યોજન મુજબ અધિકારી દ્વારા ખરીદી કરવામાં આવે છે. જેમાં એક બાળકને ચાર બકરી અને એક બકરો જેની આપવામાં આવે છે. જેમાં એક દૂધાળી બકરી, એક ગાભણ, બે પાર્ટ અને એક બકરો જેની ઉમર 7 માસ ઉપરની હોવી જોઈએ. આ સ્કીમમાં સરકારશ્રી રૂપિયા 21,000/- જેવી માતબર રકમ આપે છે તેમ છતાંય આવી ખરીદીમાં ભારે ગોસમોટાલા કરવામાં આવતા હોવાની ચર્ચા ચાલી રહી છે. કારણકે આ સ્કીમમાં આપવામાં આવેલ બકરાની ઉમર 7 માસ કરતા પણ નાની હોય છે. અને કુપોષણ બીમાર હોય છે. તેમજ કેટલીક બકરીઓ દૂધ પણ આપતી નથી આથી આવી ખરીદીમાં પશુપાલન અધિકારીઓએ ભારે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
એક તરફ સરકારી યોજનાનો હેતુ આંગણવાડી કેન્દ્રોમાં આવતા કુપોષિત બાળકોને બકરીનું દૂધ મળી રહે અને તંદુરસ્તી મળે તેવો હોવા છતાં પણ સરકારી પરિપત્રને નેવેમુકી પોતાની ખીચડી પણ તેમાંથી પકવવાની યોજના ઘડી બેઠેલા અધિકારીઓના કારણે આજે આવી સ્કીમમાં સંજેલી તાલુકામાં 106 લાભાર્થીઓને જે લાભ આપવામાં આવ્યો છે તેમાંથી 50 થી 60 જેટલા બકરાતો મરી પણ ગયા છે, તેમજ આજે પણ કેટલાક બકરાતો બિમાર અવસ્થામાં છે.ત્યારે આ બકરા કુપોષિત બાળકો માટે મજાક રૂપબની ગયા છે. પ્રાપ્ત પીછોડા ગામના એક લાભાર્થી કિશોરી રામસિંગભાઈ (2) રાઠોડ વૈભવીબેન શૈલેશભાઈએ જણાવ્યું હતું કે અમને આપવામાં આવેલ બકરાની સ્કીમ મશ્કરી જેવી બની છે. કેમકે અમારે ત્યાં બકરી દૂધ દેતી જ નથી અને બકરો બીમાર હોય તેમ મરીપણ ગયો છે. બીજા બકરાઓની હાલત પણ નાજુક છે ત્યારે આપવામાં આવેલા બકરાની બજાર કિંમત રૂપિયા 1700/-ની આસપાસ ગણી શકાય ત્યારે પશુપાલન અધિકારીએ આવા બીમાર બકરા મોરવા હડફથી ખરીદી કરી અમારી મશ્કરી કરી છે. આજ અધિકારીએ ગયા માસમાં નેનકી કાનજી ખેડી, ચામાંરિયાની જર્સી ગાયોની ખરીદી કરીને મસમોટા ગોટાળા પણ કરેલ છે. સંજેલી તાલુકામાં આવા ચાલતા ભ્રષ્ટાચારે માંઝામુકી છે. ગરીબ આદિવાસીઓને ઓછા ભાવનો માલ વધુ ભાવમાં આપતા દલાલો અને મળતિયાઓ ધોળે દિવસે ઘીકેળાં કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીઅને વડાપ્રધાન પુરેપુરી યોજનાના પુરા રૂપિયા લાભાર્થીને મળે તેવી આશા વ્યક્ત કરે છે. ત્યારે દીવા તળેજ અંધારૂ જોવા મળે છે. પશુ વિભાગમાં પશુઓની ખરીદીમાં ચાલતો વ્યાપક ભ્રષ્ટાચારે માંઝામુકી કેટલીક જગ્યાએ પશુમાંલીકોના પશુઓને કાનમાં ટીકડી મારી હોવાની બુમો ઉઠી છે ત્યારે જો યોગ્ય રીતે ન્યાયી તપાસ થાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આંક વતાવે તેચી શક્યતા છે.
આ યોજનામાં કોઈ ટેન્ડર સીસ્ટમ છે કે નહિ તેની તપાસ થવી જોઈએ જેમાં મોટા માથાઓના પણ હાથ હોય તેવું લાગી રહ્યું છે.