
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને નવા વિલેજ કોવીડ કેર સેન્ટર ઉભા કરવા માટે સંજેલી મામલતદાર કચેરી ખાતે આજે તા.૨૯/૦૪/૨૦૨૧ ને ગુરુવારના રોજ એક બેઠક મળી હતી, જેમાં દાહોદ જિલ્લા નોડલ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, સંજેલી મામલતદાર તેમજ તાલુકાના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી, આશાવર્કર બહેનો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેઠક મળી હતી. સંજેલી તાલુકામાં વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવા કોવીડ કેર સેન્ટર ઉભા કરવામા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને પણ આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી.આર.સી તેમજ બી.આર.સી મિત્રો સાથે પણ આ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંજેલી તાલુકામાં એક કંટ્રોલરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો હેલ્પલાઇન નંબર 7201809101 છે. જે સંજેલી તાલુકાના લોકો માટે મદદરૂપ રહેશે.