THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઇ સંજેલી તાલુકામાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થાય તેવા સુગમ આયોજન સાથે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તેમજ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે EVM સ્ટોરરૂમનું નિરીક્ષણ કર્યું હતું અને તાલુકા ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. દાહોદ જિલ્લા પંચાયત ની 2 બેઠકો તેમજ સંજેલી તાલુકા પંચાયતની 16 બેઠકો માટે મતદાનકેન્દ્ર પર શાંતિ પૂર્ણરીતે મતદાન થાય તે માટે માર્ગદર્શન કરી તેમજ COVID – 19 નું ચુસ્ત પણે પાલન થાયે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.