51 ભાઈ બહેનોને ગાયત્રી મંત્ર સાથે દિક્ષા આપવામાં આવી.
દાહોદ જિલ્લાનાં સંજેલી ગાયત્રી પરિવાર શાખા ઝાલોદ, લીમડી, સંતરામપુર ના પરિજનોના સહયોગથી સંજેલી બાલાજી વાટિકામાં તા.૧૧/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૧૧/૨૦૨૫ નાં ત્રી દિવસીય 24 કુંડી ગાયત્રી યજ્ઞનાં આયોજનનું સફળ સંચાલન શાંતિકુંજ હરિદ્વારા થી આવેલ ર્ડા પ્રભાકર તીવારીની પ્રજ્ઞા ટિમ દ્વારા કરવામાં આવેલ છે સંજેલીના ડિમ્પલભાઈ દેસાઈ, રણજીતભાઇ સોલંકી, રાજેશભાઈ ભાવસાર, ડો.રૂપસિંહભાઇ ચંદાના, કિરીટભાઈ ચૌહાણ, નાણાલાલ પંચાલ, રામચદ્રભાઈ અગ્રવાલ તેમજ ગાયત્રી પરિવારના બહેનોના સહયોગ થી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સંજેલી તેમજ દાહોદ જિલ્લાના ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
24 કુંડી ગાયત્રી યજ્ઞ ની સાથે રવિવારના રોજ શ્રી પંચમહાલ ગાયત્રી પરીવાર ઝોનના જયાબેન પટેલ અને મહિલા આગેવાન દ્વારા એક શિબિર યોજવામાંમાં આવી હતી. જેમાં મહિલાઓની દેશ ભક્તિ અને સમાજ સુધારામાં મહત્વની ભૂમિકા હોવાની સમજ આપવામાં આવી હતી. વિશ્વ કલ્યાણ અને પર્યવરણ ની માવજત માટે દરેક વ્યક્તિએ દેશના કલ્યાણ માટે એક એક વૃક્ષ ઉછેરવાં તેમજ દારૂ, તમાકું, જુગાર જેવા વ્યશનો થી દૂર રહીને સમાજ સુધારાનું કાર્ય કરવાની સમજ આપવામાં આવી હતી. પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવીના સમાજ કલ્યાણના સંદેશને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડવા માટે 51 જેટલા નવા ભક્તોને દિક્ષા આપવામાં આવી હતી .
સંજેલી તાલુકાના ગામડાના ભાઈ બહેનોએ મોટી સઁખ્યામા આ યજ્ઞ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સવાર સાંજ બે ટાઈમ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું