હરિદ્વાર સ્થિત ગાયત્રી શક્તિપીઠના પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય અને પૂજ્ય ભગવતીદેવી શર્માના સુષ્મ આશીર્વાદ થી સમગ્ર દેશ વિદેશમાં તેમના માનવકલ્યાણ અને સમાજ સુધારક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મથુરા ગાયત્રી તપોભૂમિના સઁચાલકોના માર્ગદર્શન મુજબ હાલમાં ગામડે ગામડે અને શહેરમાં વિશ્વ શાંતિ અને પર્યાવરણ ની માવજત માટે દરેક ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ નો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સમાજનો પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે નિરોગી સુખી જીવનજીવી શકે, માંસ, મદિરા, તમાકું, પાન, પડીકી જેવા ખોટા વ્યસનોથી દૂર રહે સમાજમાં દરેક વ્યક્તિના ઉજ્વળ ભવીષ્યની વિચારધારાની ભાવના જાગે તેવા શુભ હેતુથી ઝાલોદ – ફતેપુરા – દાહોદ – સંતરામપુર – લીમડી – મોરવા – હડફ – સંતરોડમાં ગાયત્રી પરિવાના સ્વયંસેવકો ભાઈબહેનોએ સંજેલી નગરમાં કુલ 51 ઘરોમાં ધાર્મિક વિધિ-વિધાન મુજબ ગાયત્રી યજ્ઞ કરાવ્યો હતો તેમજ દરેક પરિવારોમાં ગાયત્રી મંત્ર લેખનની બુકો ભેટમાં આપી હતી.
દરેક વ્યક્તિ પોતાના નવરાશના સમયે ગાયત્રી મંત્રનું પઠન કરીને મંત્ર લેખનની પ્રવુતિ કરવાથી આત્માનું કલ્યાણ થાય છે. માણસને સારા વિચારો તેના પરિવાનું ભવિષ્ય બનાવે છે. સંજેલી તાલુકાની શાળાઓમાં પણ વેદમાતા ગાયત્રી ઉપાસનાથી થતા ફાયદા વિષે બાળકોને સમજ આપવામાં આવી હતી.