FARUK PATEL SANJELI
નેનકી અને ગલાનાપડ ખાતે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા નેનકી ગામે ૬૩ લાભાર્થીની ૯૫ હેક્ટર જમીન માટે પાણી આપવા માટે કરોડોનાં ખર્ચે બનાવેલી આ યોજના માત્ર ખેડુતોની મજાક સમાન સરકારનાં યોજનાનો તંત્ર દ્વારા નીસકાળજી. મોટરો, જનરેટર ખુલ્લા ખેતર મા ફેકાતી જોવા મંળે છે. જ્યારે ગલાનાપડમા કોન્ટ્રાટર દ્વારા ઉદવહન યોજનાનું અધૂરું કામ મુકી પલાયન ..
દાહોદ જિલ્લો અંતરિયાળ વિસ્તારમા આવેલો છે અને દાહોદ જિલ્લાના લોકો કામ અર્થ બહાર ગામ જઇને પેટનો ખાડો પુરતા હોય છે દાહોદ જિલ્લોએ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે દાહોદ જીલ્લામાં હાલ વરસાદ પણ જોઈએ તેટલો પડ્યો ન હતો સરકાર દ્વારા ગરીબ ખેડુતોના ઘરમાં ઘરમાં અને ખેતરોમા પાણી પહોચે તેં માટે સંજેલી તાલુકાના નેનકી અને ગલાનાપડ જેવા ગામોમાં ઉદવહન સિંચાઈ યોજના મંજુર કરવામાં આવી હતી થોડા દિવસો કામ ચાલુ થયુ પછી કોન્ટ્રાટર રફૂ ચક્કર થઈ ગયો હતો ખેડુતોને લોલીપોપ આપી કોન્ટ્રાકટર ગાયબ થઈ ગયો જ્યારે નેનકી ખાતે ૨૦૧૦મા ઉદવહન સિંચાઈ યોજના બનાવી
એક દિવસ માટે પાણી આપવામા આવ્યુ હતુ ત્યારે ખેતર સુધી પાણી ન પહોંચતા તેવું સમાર કામ ઊંચાઈ કરવી પડશે તેવું જણાવી ખેડુતોને ઉભા રાખી ફોટા પડાવી આવેલા અધિકારી ગયા પછી પાછા ફરકયા પણ નથી ગરીબ ખેડૂત રોજે રોજ પાણી મળશે કરીને મોંઘા ભાવના બિયારણો ની વાવણી કરી હતી પણ આશા રાખીને બેઠા હતાં કે પાણી આવશે પણ આજ દિન સુધી સિંચાઈ યોજના નું પાણી આપવામા આવતું નથી અને સંજેલી તાલુકામાં આ વર્ષે ચોમાશુ પણ નિષ્ફળ રહ્યુ છે નેનકી ગલાનાપડની પ્રજા આશા અને લાગણી લઇને બેઠા છે કે વહેલી તકે ચાલુ કરવામાં આવસે શું ખાલી એક દિવસ માટે પાણી આપી ખેડુતો સાથે મજાક કરી .. સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવમાં આવે છે કે ગરીબ ખેડૂતના ઘર સુધી આંગળા સુધી પાણી પહોંચાડશુ પણ સંજેલી તાલુકાની વાસ્તવિકતા કઇ જુદીજ છે સંજેલી તાલુકાના નેનકી ગલાનાંપડ ગામો શું આ યોજના ચાલુ કરવામાં આવશે ખરી કે પછી લોલીપોપ . નેનકી ગલાનાપડ ની લોકોની લાગણી અને માંગણી છે કે આ યોજના વહેલી તકે ચાલુ કરવામાં આવે અને અમારા ખેતરમા કરેલું વાવેતર ને ફરીથી જીવનદાન આપીયે.
યોજના ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂત લોકોને ભારે નુકસાન સહેવાનો વારો આવશે શું નુકસાન ની ભરપાઈ સરકાર દ્વારા આપવામા આવશે ખરી કે પછી? શુ આ યોજના માત્ર કાગળ પર બોલે છે કે કોન્ટ્રાટર દ્વારા કામ પૂર્ણ કરેલ છે કે પછી મિલિભગત. આ વિષય પર તંત્ર દ્વારા ખબર કરવામાં આવશે કે આવી તો અનેક જુદી જુદી યોજનાઓ છે કે જે માત્ર કાગળ પર બોલે છે પણ વાસ્તવિકતા કઇ જુદી જ હોય છે આ બાબતે તંત્ર જીલ્લા કક્ષાએથી તપાસ હાથધરાઈ તો અનેકના પગ નીચે રેલો આવવાની. શું આ બાબતેં તંત્ર ધ્યાન દોરશે ખરું એ હવે ચર્ચાનો વિષય છે. કોન્ટ્રાટર દ્વારા ઉદવહન સિંચાઈ યોજના વર્ષે ૨૦૧૨/૧૩ ની ગ્રાન્ટમાંથી બનાવવાનું ચાલુવર્ષે કર્યું હતુ પરંતું કામ અધુરૂ મુકી નાશી ગયા છે તેની જાણ જીલ્લામાં વારંવાર રજુઆત કર્યાં છતા પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
Byte > ૧ > ઠેડીયા સરપંચ લિમસિંગભાઈ રાઠોડ > ઉદવહન સિંચાઈ યોજના ૨૦૦૯/૧૦ મા પૂર્ણ કરી દેવામાં આવી રહી પણ મંડળીનાં ચેરમેન દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવતું નથી.
Byte > ૨ > નેનકી સરપંચ મહેન્દ્ર પલાસ > જે કૂવો ઊંડો કરવાનો તેં ઊંડો નથી કર્યો અને અધુરુ કામ છે તેને લઇને નેનકી મંડળી દ્વારા કબ્જો લેવામાં આવ્યો નથી અને કોન્ટ્રાટર દ્વારા પાણી પુરવઠા વિભાગ ને કબ્જો સોંપી દેવામાં આવ્યો છે આ અધુરા કામને લઇને નેનકી મંડળી દ્વારા કોર્ટે કેસ પણ કરવામાં આવ્યો છે.