સંજેલી વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડાને ઝડપી લીમખેડા ખસેડવામાં આવ્યો.
દાહોદ જિલ્લાના 89સંજેલી તાલુકાના કરંબા ખાતે આવેલા ડુંગરમાં ધોળા દિવસે ખેતરમાં કામ કરતા બે યુવક પર દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યો.આસપાસના લોકો દોડી આવતા ઘાયલ યુવકને સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમને જાણ કરતા દિપડાને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો. દીપડો આવ્યો હોવાની જાણ થતાં જ આસપાસના ગામોના ટોળેટોળાં ઉમટી પડ્યા.
સંજેલી તાલુકાના કરંબા ગામે છાયણ ફળિયા વિસ્તારમાં ડુંગરોમાં મકાઇના ખેતરમાં ખેડૂતો ખેતી કામ કરતા હતા તે દરમિયાન ધોળા દિવસે ધસી આવેલા દીપડાએ બે ખેડૂતો પર હુમલો કરતાં જ બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અને સંજેલી વન વિભાગને જાણ કરતા આર.એફ.ઓ. આર.જે. વણકર, જમાદાર સથવારા નિલેશ, કલાસવા જી.એફ. ભગોરા સહિતની ટીમ તેમજ પશુ ચિકિત્સક શિલ્પેશ દેવડાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી..દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.વાંસીયા ડુંગરી તેમજ બારિયા થી વન વિભાગની ટીમને રેસ્ક્યૂ માટે બોલાવવામાં આવી હતી. ધોળા દિવસે ખેડૂત પર હુમલો કરી ઘાયલ દીપડો મકાઇના ખેતરમાં જ બેસી ગયો હતો. ત્યારે વન વિભાગની ટીમ આ દીપડાને બંદૂકથી ઇન્જેકશન મારી ઘાયલ કરી ખાટલા સાથે બાંધી દીધો હતો.રેસ્ક્યુની પકડ્યા બાદ દીપડો ઘાયલ હોવાનું જણાતાં તેને તાત્કાલિક લીમખેડામાં ખસેડવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ કરવા ગયેલી વન વિભાગની ટીમના વાહન પર ઘાયલ દીપડાએ તરાપ મારી હતી.થોડી વાર તો લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી. ઇન્જેક્શન થી બેભાન કર્યા બાદ ઘાયલ દિપડાને ખાટલા સાથે બાંધી દીધો હતો. ખાટલાને વેરવિખેર કરી દોરી સાથે પાંજરામાં પૂરી દીધો હતો.
ધોળે દિવસે દીપડો હુમલો કરી મકાઈમાં સંતાઈ ગયો હોવાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ડુંગરોમાં ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા.જેથી વન વિભાગે લોક ટોળું વિખેરવા પોલીસ ને પણ બોલાવી હતી.
રેસ્ક્યુ કરેલા દીપડાને કમરના ભાગે તેમજ માથાના ભાગે મોટી ઇજા થઇ હોવાનું જણાઈ રહ્યું હતું.ત્યારે આ ઘાયલ દિપડાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યો હતો.