ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચનાથી તારીખ ૨૮મી જુલાઈ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપતા રામસિંહભાઈ ચરપોટને ખસેડીને નવો ચહેરો જાહેર કરવામાં આવતા સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી હતી. આ નવી નિમણૂકનો વિરોધ કરવા માટે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામસિંગભાઈ ચરપોટ સંજેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા રણછોડભાઈ પલાસ, અસંગઠિત મજદૂર કોંગ્રેસ પ્રમુખ દાહોદના ટી.એલ. બામણીયા તથા અન્ય હોદ્દેદારોની ગુરૂવારના રોજ સંજેલી ખાતે એક બેઠક મળી હતી જેમાં હાલમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તરફથી લેવાયેલ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ અન્યાયને લઈને રાજ્યમાં તથા કેન્દ્રની કોંગ્રેસ હાઈકમાન્ડ સમિતિ સુધી રજૂઆત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
Version > > રણછોડભાઈ ગવજીભાઈ પલાસ > > વિરોધ પક્ષના નેતા > > સંજેલી તાલુકા પંચાયત > > તાજેતરમા કોંગ્રેસ માટે માહોલ સારો નથી, તેમ છતાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 28મી જુલાઈ ના રોજ સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદના રામસિંગભાઈ ચરપોટને ખસેડી નવો ચહેરો મૂકી દેવામાં આવતા તે સામે અમારો સખત વિરોધ છે.
Version > > ટી.એલ. બામાણિયા > > અસંગઠિત મજદૂર સંઘ > > દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ > > અમને સંજેલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નામના ફેરફાર માટે કોઈ સૂચનો પણ મંગાવીયા નથી છેલ્લા 3 વર્ષ થી સારી કામ ગિરી કરતા પ્રમુખને ખસેડી દીધા અને નવા ચહેરાને પ્રમુખ બનાવતા તે સામે અમારો સખદ વિરીધ છે આ માટે અમે દોઢસો જેટલા કાર્યકરો સામૂહિક રાજીનામુ આપી રહ્યા છીએ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું.