NewsTok24 – Dharmesh Nisarta – Sanjeli
હાલ મા યોજાયેલ સ્થાનિક સ્વરાજય ની ચુંટણી ઓ મા દાહોદ જીલ્લા ના નવિન સંજેલી તાલુકા પંચાયત ની કુલ 16 બેઠકો માથી ભા.જ.પા ને 10 બેઠક તેમજ કોંગ્રેસ ને 6 બેઠક મળી હતી જેમા આજરોજ થયેલ પ્રમુખ -ઉપપ્રમુખ ની ચુંટણી મા ભા.જ.પા ને બહુમતિ મળવાથી પ્રમુખ પદે માનસિંગભાઇ ભાભોર અને ઉપ પ્રમુખ તરીકે મોહનભાઇ ચારેલ ને વિજેતા જાહેર કરવામા આવ્યા હતા. આમ નવિન સંજેલી તાલુકા પંચાયત ની પ્રથમ ચુંટણી મા જ ભા.જ.પા એ ભગવો લહેરાવ્યો હતો. વિજેતા ઉમેદવારોએ ડી.જે ના તાલે સંજેલી માર્ગો ઉપર વિજય સરઘસ કાઢયુ હતુ.