દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતમાં છેલ્લી 4 ટર્મથી એક માત્ર ભાજપનો દબદબો યથાવત રહેતો આવ્યો છે, ત્યારે ગુરુવારે બપોરના 12 ના ટકોરે
દાહોદ જિલ્લા ભાજપાએ આપેલા મેન્ડેડ મુજબ સંજેલી તાલુકા પંચાયતની પ્રમુખ – ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણી માં પણ ફરી એક વાર ભાજપનો ભગવો લહેરાયો છે.
સંજેલી તાલુકા પંચાયતનું સ્પષ્ટ ચિત્ર જોતા 5 મી ટર્મમાં પણ ભાજપ મેદાન મારી ગયુ છે. ઝાલોદ તાલુકા માંથી વિભાજન કરી સંજેલીને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે તા 03/02/2015 થી 21/12/2015 સુધી સંજેલી તાલુકાના ભાજપના પાયાના કાર્યકર એવા કાળુભાઇ બારીઆના પરિવારના ગલીબેન મુકેશભાઈ બારીઆએ તાલુકા પંચાયતની પ્રમુખની ખુરશી સંભાળી હતી. જયારે તા 22/10/2015 થી તા 19/06/2018 માં માનસિંહભાઈ ભાભોરે તાલુકાનું સુકાન સંભાળ્યું હતું જયારે તા 20/06/2018થી તા.16/03/2021 માં શાંતાબેન જે પરમારે પ્રમુખ ની ખુરશી સંભાળીહતી જયારે તા 17/03/2021 થી 16/09/2021 સુધી સંજેલી તાલુકાના યુવા કાર્યકર ભુપેન્દ્ર ભાઈ સઁગાડાએ પ્રમુખપદ સંભાળી ભાજપની ગાડી આગળ વઘારી હતી તા 14/09/2023 ને ગુરુવાર ન રોજ ફરી એક વાર 5 મી ટર્મમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. અને અરૂણાબેન આકાશભાઈ પલાશ પ્રમુખપદે અને રમણભાઈ રામસીંગભાઇ સઁગાડા ઉપપ્રમુખ તરીકે તેમજ સઁગીતાબેન ચન્દુભાઈ રાવત કારોબારી ચેરમેન, જગદીશભાઈ પરમાર પાર્ટીના તાલુકાના નેતા તરીકે નક્કી થતાં જ સમગ્ર સંજેલી તાલુકાના ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સા જોવા મળ્યો હતો. નવા વરાયેલા મહિલા પ્રમુખની વિજય રેલી સંજેલી નગરમાં ડીજેના તાલ સાથે ફરી હતી. યુવા કાર્યકરો નાચી ઉઠયા હતા. ગુરુવારે બપોરના 12 વાગે નવા ચહેરા – ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.