
 FARUK PATEL –– SANJELI 
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS (HONDA)

- તાલુકા મથકે તમામ કચેરીઓ કાર્યરત છે ત્યારે MGVCL ની સુવિધ ઓનો અભાવ
 - નવા મીટરો વીજબિલમાં છબરડા વીજ કમ્પ્લેનની રજૂઆતો માટે 50 કિ મી સુધી લાંબુ થવું પડે છે.
 
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાને અસ્તિત્વમાં આવ્યાને સાત વર્ષ જેટલો સમય થઈ ગયો. આ તાલુકામાં વિવિધ પ્રજાલક્ષી કચેરીઓ ધમધમતી થઇ ગઇ છે ત્યારે વીજ કંપની સંજેલી તાલુકાની જનતા જોડે ઓરમાયું વર્તન રાખીને તાલુકાના 56 જેટલા ગામોના પ્રજાને હેરાન કરવાની દાનત હોય તેમ આશરે 15000 જેટલા વીજ ગ્રાહકોને તાલુકો અસ્તિત્વમાં આવ્યો છતાં પણ પૈસા અને સમયનો વ્યર્થ કરી 50 કિલોમીટર દૂર ઝાલોદ સુધી લાંબો થવાનો વારો આવ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્યને વારંવાર રજૂઆત કરતાં વીજ તંત્ર અને તાત્કાલિક વીજ કચેરી શરૂ કરવાની ભલામણ કરી હતી. તંત્ર ધારાસભ્યના ભલામણપત્ર પત્રને પણ ઘોળીને પી ગયું હોય તેમ આઇ બાઇ ચાયણી કરી રહી છે, ત્યારે સંજેલી તાલુકા મથકે તાત્કાલિક 66 KV સ્ટેશન અને વીજ કચેરી શરૂ કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે.
સંજેલી તાલુકો અસ્તિત્વમાં આવતાની સાથે જ તાલુકામાં તાલુકા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, સિવિલ કોર્ટ તથા સ્માર્ટ પોલીસ મથક ધમધમતા થયા છે ત્યારે વીજ તંત્ર દ્વારા સંજેલી તાલુકાને જાણે રામભરોસે મૂકી દીધો હોય તેમ તાલુકા મથકે વીજ કંપનીનું કોઇ પણ જાતનું વ્હીકલ ફાળવવામાં આવ્યો નથી. વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી. તેમજ અવાર નવાર વીજળી ગુલ દ્રશ્યો પણ સર્જાય છે. વીજ બિલોમાં પણ મોટા પ્રમાણમાં છબરડા આવતા ઝાલોદ વીજ મથક સુધી લાંબુ થવું પડે છે. 66 KV સબ-સ્ટેશનની જમીન પણ ફળવાઈ છે તેમ છતાં પણ વીજતંત્રને સંજેલી પ્રત્યે કોઈ મોટી દુશ્મની હોય તેમ 2 વર્ષથી કામ ટલ્લે ચઢાવી મૂક્યું છે. લગભગ એક વર્ષ પહેલા સંજેલી તાલુકાના બીજેપીના કાર્યકરો અને આગેવાનો દ્વારા વીજ કચેરી શરૂ કરવા માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાને લઇ ધારાસભ્ય રમેશભાઇ કટારા દ્વારા સંજેલી ખાતે વીજ કચેરી શરૂ કરવા માટે વીજ તંત્રને ભલામણ કરી હતી. એક વર્ષ વીતી ગયું છતાં પણ વીજ તંત્ર દ્વારા ધારાસભ્યના ભલામણને પણ ઘોળીને પી ગયા હોય તેમ હજુ સુધી કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સંજેલી ખાતે 66 KV સબ-સ્ટેશન અને વીજ કચેરી શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે તાત્કાલીક વીજ કચેરી અને વ્હીકલ ફાળવવામાં આવે તેવી સંજેલી તાલુકાની પ્રજાની માંગ છે.
Version > > > એડિશનલ મેનેજર, વડોદરા – એચ. આઈ. પટેલ > > > હાલ સંજેલી તાલુકામાં લગભગ 15000 જેટલા કન્ઝ્યુમર છે અને વીજ કચેરી શરૂ કરવા માટે મિનિમમ 22500 કન્ઝયુમર જોઈ સંજેલી તાલુકાના પેરામીટર પૂરા થતા નથી. કાયદા પ્રમાણે એલ.ટી., એસ.ટી., રેવન્યુ અને કન્ઝયુમર અને ટ્રાન્સફોર્મર એ બધા પેરામીટર જોવામાં આવે છે ધારાસભ્યની ભલામણ આવી છે પરંતુ ક્રાઈટેરિયા પુરા થશે એટલે વીજ કચેરી શરૂ કરવામાં આવશે.
MGVCL સંજેલી તાલુકા મથકે વીજ કચેરી શરૂ કરવા માટે ધારાસભ્ય અને મિનિસ્ટરની પણ ભલામણ આવી હતી અને ફાઇલ આવતાં મિનિસ્ટર લેવલે પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સંજેલી જસ્ટિફાઇ થતું નથી ને ઈશ્વર બની ખરેખર સંજેલી તાલુકા મથકે વીજ કચેરી હોવી જોઈએ અને હાલ પણ ઝાલોદ ખાતેથી રિપેરિંગ માટે વાહન આવતું હોય છે નોર્મ્સ પૂરા થતાં ફરીથી એપ્રુઅલ માટે ફાઈલ મોકલવામાં આવશે.
VERSION > > સંજેલી મામલતદાર, વી.જી.રાઠોડ > > સંજેલી તાલુકા મથકે ગસલિ ગામે 66 KV સબસ્ટેશન MGVCL માટેની જમીન ફાળવી દેવામાં આવી છે વીજકચેરી માટેની કોઈ જમીનની માંગણી હજુ સુધી આવી નથી.
VERSION > > ભાજપા મહામંત્રી, સુરેન્દ્રસિંહ સોલંકી (બંટા બાપુ) > > સંજેલી તાલુકાની પ્રજાને સુવિધા મળી રહે તે માટે MGVCL ની વીજ કચેરી શરૂ કરવા માટે ધારાસભ્ય નો ભલામણ લેટર ઝાલોદ MGVCL ખાતે તેમજ બરોડા જનરલ વીજ ઓફિસે મોકલી આપ્યો હતો લગભગ એક વર્ષ થઇ ગયો છતાં પણ હજી સુધી વીજ કચેરીનું કામ કે સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું નથી હાલ પણ તાલુકાની પ્રજાને નાના મોટા કામો માટે ઝાલોદ સુધી લાંબુ થવું પડે છે.


                                    