સંજેલી તાલુકામાં તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા તેમજ સ્ટાફ સાથે આંગણવાડી કેન્દ્રો પર અચાનક મુલાકાતે ગયા હતા, તે દરમિયાન કેટલીક આંગણવાડીઓ નિયમ મુજબ ન ખુલતા બંધ હાલતમાં દેખાતા સંચાલોકોને નોટિસો ફટકારવામાં આવી છે. તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારીએ કેટલીક આંગણવાડીની મુલાકાત લીધી. તે સમયે બાળકોને જે સુખડી આપવામાં આવી રહી હતી, તે સરકારશ્રીના નિયમ મુજબ બિલકુલ ઓછી આપવામાં આવી રહી હતી. તે જોઈને અધિકારીએ આશા વર્કરો બહેનો, આંગણવાડી સંચાલિકા બહેનોને બાળકોને તેમના ભાગનું પૂરેપૂરો જથ્થો આપવામાં આવે તે માટે તા. ૧૯/૦૭/૨૦૨૧ ને સોમવારના રોજ યોજાયેલી બેઠકમાં ચર્ચા કરી હતી.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડીમાં અચાનક મુલાકાત બાદ સંચાલકોને ફટકારી નોટિસ