Monday, April 7, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકા સેવા સદનમાં બનાવેલ પાણીની ટાંકીમાં પડેલ અધધ કચરો અને પક્ષીઓના...

સંજેલી તાલુકા સેવા સદનમાં બનાવેલ પાણીની ટાંકીમાં પડેલ અધધ કચરો અને પક્ષીઓના અંશોવાળું દુષિત પાણી પંચાયત દ્વારા પીવડાવામાં આવી રહ્યું હોવાની લોક ફરિયાદ

faruk patel logo-newstok-272-150x53(1)
Faruk Patel – Sanjeli
સંજેલી ગ્રામ પંચાયતે સરકારી યોજનામાં અલગ અલગ જગ્યાએ પીવાના પાણી માટેની ટાંકીઓ બનાવી છે. જેમાંથી સંજેલી નગરને પીવાનું પાણી મળી રહે છે. જે પૈકી ઝાલોદ રોડ પર રહેતા રહીશોને એક વિભાગમાં વહેચી પાણીનો લાભ આપવામાટે સગવડ કરી તેની પાણીની ટાંકી તાલુકા સેવા સદનમાં બનાવેલી છે.
પરંતુ આ ટાંકીમાં પંચાયત દ્વારા ટાંકી બની ત્યારથી જ કોઈ સાફસફાઈ ન કરાવતા અને ટાંકીનું ઢાકણ ઉપરથી ખુલ્લું હોઈ પક્ષીઓની ગંદકી અને અંશો પીવાના પાણીમાં જોવા મળતા સંજેલી નગરના લોકો રોષે ભરાયા છે. પંચાયતની આ બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ટાંકીમાં પીવાનું પાણી બાજુમાં આવેલ કુવામાંથી ભરવામાં આવે છે અને તે પાણી કોઈપણ જાતનું ફીલ્ટર કરવામાં આવે છે કે કેમ ? અને સાથેસાથે આ ટાંકીની સફાઈ પણ થઇ છે કે નહિ તેની માહિતી પણ કહેવાતા વહીવટકર્તાઓ સરપંચ અને તલાટીને કોઈપણ જાતની ખબર જ નથી ? કે પછી ખબર હોવા છતાં સાફસફાઈનો ખર્ચ પાડી બરોબર રૂપિયા ચાઉ કરી જવામાં આવે છે ?
આ બાબતે જયારે તલાટી એલ. પી. માલીવાડ સાથે અમારા પ્રતિનિધીએ વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પીવાના પાણીના કેટલા કનેક્શન છે તેની મને ખબર નથી અને ટાંકીની સફાઈ છેલ્લે ક્યારે કરેલ છે તે પણ મને ધ્યાનમાં નથી અને દવા નાખવામાટે અમે આપીએ છે પણ તે છેલ્લા કેટલા સમય થી ક્યારે નાખી તેની પણ મને જાણ નથી. તે બાબતે જે તે કર્મચારીને પૂછીને જણાવીશ તેવું કહેલ છે. જયારે સરપંચ તાજસિંહ ચારેલ સાથે વાત કરતા જણાયું હતું કે થોડા સમય અગાઉજ ટાંકીને કલર કરાવેલ છે અને ટાંકી ઉપર મધમાખી હોઈ ટાંકી સાફ કરાવેલ નથી તેવું જણાવેલ છે. 
આવા ધમધોખતા ઉનાળાની કપરી પરિસ્થિતિમાં ચાર પાંચ દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે  તે બાબતે પણ સંજેલી પંચાયતની બેદરકારી જોવા મળે છે. સંજેલી ગામના મીલવાળા ફળિયામાં પણ કુવામાં જાળી લાગેલી ના  કારણે ખુલ્લા કુવામાં આજુબાજુથી બે ચાર દિવસમાં એક વખત કુવામાં કુતરા – બિલાડીઓ મરેલા જોવા મળે છે  જેને લઈને પણ સંજેલીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં છાટકા બનેલ આ પંચાયત કર્મીઓ અને હોદ્દેદારો પ્રજાની વાતને અનદેખી કરી પોતાની મરજી મુજબનું વર્તન કર્યા કરે છે.
શું આ બાબતે  સંજેલી મામલતદાર અને પ્રાંત અધિકારી ધ્યાન આપી કોઈ કાર્યવાહી કરશે ખરા ? કે પછી આ કાર્ય પણ જીલ્લા કલેક્ટરના ભાગે આવે ત્યાં સુધી બાકી જ રહેશે ? આ યક્ષ પ્રશ્ન સંજેલીની જનતાના મનમાં ઉઠી રહ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments