દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા સેવાસદનના પ્રવેશ દ્વાર પાસે તેમજ બહારના ભાગે આવેલા સંજેલી – ઝાલોદ રૉડ પાસે જ તાલુકાની કચેરીઓ આવેલી છે, અને દરરોજ આવા વિસ્તારમાં બાઇક ચાલકો મનસ્વી રીતે બાઇક ચલાવતા હોય છે અને આવતા જતા લોકો માટે જૉખમ રૂપ બની જાય છે. કેટલીક વાર રસ્તા ઉપર આવતા જતા લોકોને દારૂના નશામાં દોડતા બાઇક ચાલકોએ અડફેટમાં લીધા છે તો બીજી તરફ સરકારી કચરીના કામ માટે આવતાં બાઇક ચાલકો પણ તાલુકા સેવાસદન થી બહાર જતાં હોય ત્યારે પણ મનસ્વી રીતે બાઇક ચલાવતા હોય છે. આથી સંજેલી તાલુકા પંચાયતમા આવતા જતા લોકો માટે જૉખમ રૂપ બની જાય છે, ત્યારે આ ત્રાસ દૂર કરવા માટે સ્પીડ બેકર મૂકવા માટે ખાસ જરૂરી બની ગયું છે, ત્યારે સંજેલી તાલુકાના આ વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યુ કે તંત્ર aa બાબતે શું પગલા લેશે.
સંજેલી તાલુકા સેવા સદન પાસે આવેલા મુખ્ય ગેટ પાસે સ્પીડ બ્રેકર મૂકવા ઉગ્ર માંગ
RELATED ARTICLES


