દાહોદ જિલ્લાના સંજેલી જેવા તાલુકા મથક પર અનેક સમસ્યાઓએ જાણે કે સંજેલી નગરને બાનમાં લીધું છે. “અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવો કારભાર સંજેલી પંચાયતનો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં જે સરપંચોએ પાંચ વર્ષનું સુકાન સંભાળ્યુ તેઓની ભ્રસ્ટાચારી નીતિઓના કારણે તળીયા ઝાટક થયેલી ગ્રામ પંચાયતોની તીજોરીઓએ નગરમાં અનેક સમસ્યાઓને નવો જન્મ આપેલો છે. નાની મોટી સમસ્યાઓનું જો સમાધાન ન થાય તો સમજદાર લોકો તાલુકાના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરે પણ “કાગડા કાશીમાં પણ કાળા” જોવા મળે છે, ત્યારે સંજેલી નવા બસ સ્ટેશન થી બાયપાસ ઝાલોદ રોડ પર વતર્માન સમયે અનેક નવા મકાનો બની રહ્યાં છે અને મુખ્ય રસ્તા પર જ કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટની પણ સગવડ આપવામાં આવતી નથી.
છેલ્લા કેટલાક દિવસથી સંજેલી મૈન બજાર, પંચાલ ફળીયા, મીલવાળી ચાલી ફળિયાના લોકો સ્ટ્રીટ લાઈટના ધાંધિયા થી હેરાન થઈ ગયા છે. પંચાયતની નવી સરપંચની બોડી આવ્યા બાદ નવી એલઇડી લાઈટો કેટલાક ફળીયોમાં નાખવામાં આવી જેમની કેટલીક એલઇડી લાઈટો હાલમાં બઁધ પડી જતા આવા ચોમાસામાં ફળિયાના લોકોની કફોડી હાલત ઉભી થઈ છે.
સંજેલી સરપંચ મનાભાઇ ચારેલ સાથે એક વાતચીત કરતા તેઓ જણાવે છે કે કેટલાક મોટા મકાન માલિકો, દુકાન માલિકો પંચાયતમાં ઘરવેરો ભરતા જ નથી. પહેલાંના 20 થી 22 લાખ રુપીયાની અંદાજીત ઉઘરાણી છે. લોકોને અમે દરેક સગવડ આપવા માટેનું આયોજન કરી રહ્યાં છે, પણ ભૂતકાળમાં જે સરપંચોએ પાંચ વર્ષ હતા તેઓની ભ્રષ્ટાચારીત નીતિઓના કારણે તળીયા ઝાટક થયેલી પંચાયતનો વહીવટ કરવો ભારે મુશ્કેલી વાળો થયો છે. નગરને સારી સગવડ અને સુવિધાઓ આપવા માટે હાલમાં પંચાયત પાસે જોઈએ તેવું બેલેન્સ નથી ત્યારે લોકોને અમે પોતાના બાકી વેરાઓ ભરવા માટે વારંવાર સૂચનાઓ અને નોટિસો પણ આપેલી છે હવે પછીની અમારી પંચાયતની મિટિંગમાં બાકી વેરો વસૂલવા માટે જેના બાકી વેરા હોય તેમના ઘરે ઢોલ વગાડીને તેમને જગાડીશું અને તેમ છતાંય વેરો ભરવાનું ચૂકશેતો મકાનો અને દુકાનો પર સીલ માંરવાની કાયદાકીય રીત અપનાવીશું.
આમ “પાડાના વાંકે પખાલી ને ડામ દેવા” જેવી સ્થિત સંજેલી નગરના કેટલાક ફળિયાઓની થઇ છે અને લોકોને ચોમાસાના સમયે જનાવરોનો ભય હોવા છતાંય નગરમાં સ્ટ્રીટ લાઈટ બઁધ પડી જતા અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ચાલુ કરવા લોકોની માંગ છે.
સંજેલી બાયપાસ રોડ પર વધી રહેલા રહેણાંક વિસ્તરામાં મકાનો દુકાનો બની રહી છે, પણ જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ની સગવડ આપવામાં ન આવતાં હાલમાં લોકોમાં આ મામલે ખૂબ રોષ જોવા મળી રહ્યો છે