દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નગરમાં શુક્રવાર અને રવિવાર એમ બે દિવસ બંધ અને અન્ય દિવસોમાં સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવી. ભંગ કરનારને દંડ અને તેની દુકાન સીલ કરવામાં આવશે.
સંજેલી તાલુકામાં ગત એક સપ્તાહમાં સરપંચ સહિત ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે નગરમાં અચાનક શુક્રવાર અને રવિવારે દુકાનો તેમજ વાહનો બંધ રાખવા તેમજ અન્ય દિવસોમાં સવારના ૦૮;૦૦ કલાક થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી દુકાનો તેમજ વાહન વ્યવહાર ચાલુ રાખવા માટેનું બજારમાં અને ગલીએ ગલીએ માઇક દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. અને આ નિયમનો ભંગ કરનારને ₹.૫૦૦૦/- નો દંડ તેમજ દુકાન સીલ કરવાનું અચાનક માઇક ફરતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું.
સંજેલી તાલુકામાં થોડા દિવસ અગાઉ વેપારી એસોસિએશન દ્વારા બપોર સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સૂરસૂરિયું થયું હતું ત્યારે ફરી બીજી વખત નિયમને કડક કરી આગેવાન દ્વારા સંજેલીમાં શુક્રવારના રોજ ભરાતા હાટ બજારને લઈને શુક્રવાર તેમજ રવિવારે બંધ અને અન્ય દિવસોમાં સવારના ૦૮;૦૦ કલાક થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી જ વેપાર, ધંધા, રોજગાર શરૂ રાખવા તેમજ વાહનોને પણ અવર જવર તેટલા સમય સુધી શરૂ રાખવા અને ત્યારબાદ બંધ કરવાના નિર્ણય લેવામાં આવેલ છે.