FARUK PATEL SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથકે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા પાંચ થી સાત દિવસથી ઇન્ટરનેટ સેવા કે જે SIFI ચેન્નેઇ દ્વારા ચાલતી સુવિધા છે અને કોમ્પ્યુટર પણ બંધ હાલતમાં જોવા મળેલ છે જે વારંવાર બંધ હોવાથી પોસ્ટ ઓફિસમાં પારાવાર મુશ્કેલી પડે છે.
સંજેલી તાલુકાની પોસ્ટ ઓફિસમાં વારંવાર સર્વર ખોટકાતા અનેક લોકોને ભારે મુશ્કેલી પડે છે. આના લીધે પોસ્ટ ઓફિસમાં વિવિધ પ્રકારની બચત યોજના, વીમા યોજના, સેવિંગ્સ ખાતા ધારકોને નાણાકીય લેવડ દેવડમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સંજેલી ખાતેની પોસ્ટ ઓફિસ ઓનલાઇન થયા પછી જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળેલ છે. આસપાસની ૧૩ જેટલી ગામડાઓની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં જરૂરિયાત મુજબ ઇન્વેટર કે કોમ્પ્યુટરના એસએમપીએસ પણ ઉપલબ્ધ નથી વારંવાર વીજળીના ધાંધીયા સર્જાતા સર્વર તથા કોમ્પ્યુટર સાધનો પણ બગડી જતાં હોય છે આથી આવી પોસ્ટ ઓફિસમાં દરરોજના ૬૦ થી ૭૦ જેટલા રોજિંદા ટ્રાન્જેશન પણ થતાં હોય છે તે પણ આ મોટી સમસ્યાને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે જિલ્લાના સત્તાધીશોએ સંજેલી તાલુકાની પોસ્ટ ઓફિસને અદ્યતન બનાવવામાં આવે તેવી સંજેલી તાલુકા ગ્રામજનોની ઉગ્ર માંગ છે.
Byte> ૧) સંજેલી પોસ્ટ માસ્ટર > બી.ટી.વાઘેલા > તારીખ ૨૬ ઓગસ્ટ ના શુક્રવારના રોજ અમારી પોસ્ટ ઓફિસમાં સર્વર અને કોમ્પ્યુટર કોઈક ખામીના લીધે બંધ થઈ ગયું છેલ જેની જાણ અમે ગોધરા બ્રાન્ચ ઓફિસમાં ઈ-મેલ કરી જાણ પણ કરી દેવામાં આવી છે છતાં પણ આજ દિન સુધી કોઈપણ જાતની તકેદારી લેવામાં આવી નથી.
૨) સંજેલી નગરના પોસ્ટ ખાતેદાર અલ્કેશ પટેલ> હું થોડા દિવસ પહેલ પણ આવી નાણાં ભરવા માટે આવ્યો હતો ત્યારે પણ આવી તકલીફ હતી અને મે ગોધરા ડિવિઝનમાં પણ ફોન કર્યો હતો અને આજે પણ સંજેલી પોસ્ટમાં સર્વર અને કોમ્પ્યુટર બંધ છે. જેને કારણે વારંવાર આવી તકલીફને લઈને ગ્રાહકોના પોસ્ટલ વીમાના પૈસા ભરવામાં પણ વિલંબ થાય છે તે માટે જવાબદાર કોણ ? શું આનો નિકાલ આવશે ખરો? કે પછી સરકાર આના માટે પાગલા લેશે ખરા?