Faruk Patel – Sanjeli
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલીમાં G.E.B.ને માત્ર વીજ બિલ ઉઘરાવવામાં જ રસ છે. સંજેલી ગામમાં ડિસ્ટ્રિબ્યુશન બોક્ષ પણ તૂટી ગયા છે અને ફ્યુઝને બદલે વાયર લગાવેલા છે અને ડિસ્ટ્રિબ્યુશન બોક્ષ પણ તુટેલી હાલતમાં છે અને વીજ તંત્રને વારંવાર રજૂઆત કર્યા પછી પણ G.E.B. દ્વારા કોઈ પણ જાતની તસ્દી લઈ સેફ્ટી કરવામાં આવી નથી.
સંજેલીના માંડલી રોડ ઉપર વીજ તંત્રની બેદરકારીને કારણે ખુલ્લા ડિસ્ટ્રિબ્યુશન બોક્ષના નીચે પોતાના જીવને જોખમે મૂકી રોજી રોટી મેળવવાનો પ્રયાસ કરતાં દુકાનદારની જાનનું જોખમ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વીજ તંત્ર દ્વારા સંજેલી ગામમાં આવેલા તમામ ડિસ્ટ્રિબ્યુશન બોક્ષ લગાવી તેની ફરતે સંરક્ષણ જાળી બનાવી ગામજનોને મોટી જાનહાનીમાંથી બચાવે તે જરૂરી છે.
સંજેલીના માંડલી રોડ પર ખુલ્લા બોક્સની નીચે પોતાની રોજી રોટી માટે જીવના જોખમે ધંધો કરતાં નજરે પડે છે.