દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નગરમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ સંજેલીમાં અનેક જગ્યાએ ગંદકી અને કાદવ કીચડથી લોકો પરેશાન થઇ રહ્યા છે. સંજેલી – સંતરામપુર રોડ – ચાલી ફળિયા શાક માર્કેટ – કણબી ફળિયા – ડિસલેરી ફળિયા – ચામડીયા ફળિયા તેમજ – પુષ્પ સાગર તળાવ જેવા વિસ્તારોમાં ગંદકી તેમજ કચરાના ઠગલા જોવા મળી રહ્યાં છે. એક તરફ સંજેલીમાં કોરોનાના કેસો પણ દિવસે ને દિવસે વધાારો નોંધાઈ રહ્યો છે ત્યારે નગરમાં સ્વછતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. સંજેલી ગ્રામ પંચાયત તરફથી આવા વિસ્તાર માં કોઈ ચોક્સ ધ્યાન આપવામાં આવતું નથી કે ચૂંટાયેલા સભ્ય દ્વારા પણ પોતાના વિસ્તારોમાં કોઈ ચોક્કસ ધ્યાન આપવમાં આવતું નથી જે તસ્વીર પરથી જ કહી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે સંજેલી નગર માં જ માલમતદાર કચેરી તેમજ તાલુકા કચેરી જેવી કચેરીઓ પણ આવેલી છે, છતાં પણ તેમના દ્વારા યોગ્ય ધ્યાન આપવમા આવતું ન હોવાથી આવા દ્રશ્ય સર્જાતા હોય છે ત્યારે તંત્ર સુતેલું જાગે તે જરૂરી છે કે પછી કોઈ મોટો રોગ ચાળો ફેલાય તેની રાહ જોઈ ને બેઠું છે