ક્ષેત્રપાળ મંડળ, સંતરામપુર દ્વારા આ સુંદરકાંડના ધાર્મિક કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરએ હાજરી આપી અને અભિનંદન પાઠવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાનાં સંતરામપુર ખાતે ક્ષેત્રપાળ મંડળ સંતરામપુરના આયોજકો દ્વારા હનુમાન ચાલીસાના 422 મો પાઠ રાખવામાં આવ્યો હતો. તેમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે સાથે ભજનો ધમધમાટ તેમ જ રામધૂન સાથે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલ હતું, અને ભક્તો પણ મોટી સંખ્યામાં પધાર્યા હતા.
આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરએ આવી શોભા વધારી હતી. ભક્તો સાથે ભજન અને રામધૂન નો લાભ લીધો હતો. હનુમાન ચાલીસાના પાઠ ૪૨૨ મો પાઠ કરવા બદલ ક્ષેત્રપાળ મંડળ, સંતરામપુરને કુબેરભાઈ ડિંડોરએ અભિનંદન આપી બિરદાવ્યા હતા. ત્યારે ક્ષેત્રપાળ મંડળના આયોજકોએ કુબેરભાઈ ડિંડોરને અભ્યાસક્રમમાં ભાગવત ગીતા નો પાઠ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જય શ્રી રામ ના નાદ સાથે કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.