Thursday, December 5, 2024
Google search engine
HomeMahisagar - મહીસાગરસંતરામપુર વિસ્તારના ગોઠીબ ગામે થયેલ બે ઘરફોડો નો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે...

સંતરામપુર વિસ્તારના ગોઠીબ ગામે થયેલ બે ઘરફોડો નો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ઘરફોડ કરનારી ગેંગને ઝડપી પાડતી મહિસાગર ક્રાઇમ બ્રાન્ચ તથા સંતરામપુર પોલીસ

 PRAVIN KALAL –  FATEPURA 
મહીસાગર જિલ્લાના સંતરામપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૯૯/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ તેમજ સંતરામપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબના કામે સંતરામપુરના ગોઠીબ ગામે એક જ મહિનામાં બે ઘરફોડના બનાવ થયેલ જેમાં ફરીયાદીઓને લાખો રૂપીયાની નુકશાની ભોગવવી પડેલ છે.
સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહિસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં LCB P.I. એન પટેલ સાહેબનાઓએ  સદર ગુનાની ખંતપુર્વક તપાસ હાથ ધરેલ.
દરમ્યાન LCB ઇન્ચાર્જ P.I. એચ એન પટેલ સાહેબનાઓએ  અંગત બાતમી તેમજ સી.ડી.આર એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉંડાણપુર્વક માહિતી આધારે સંતરામપુર P.I. કે.ડી.ડીંડોર તથા S.O.G. PSI એમ.વી.ભગોરા તથા સ્ટાફના, અ.હે.કો.કૃષ્ણકુમાર, અ.હે.કો. ભવાનજી, અ.હે.કો. કિર્તિપાલ સિંહ, અ.હે.કો સંજયભાઇ, આ.પો.કો.વિરેન્દ્રસિંહ, અ.પો.કો. વિરેન્દ્રસિંહ, હે.કો અમરસિંહ, પો.કો.હરેશસિંહ તથા પો.કો નરેન્દ્રભાઇ તથા સંતરામપુર પો.સ્ટેના અ.હે.કો.મોહનભાઇ, અ.પો.કો.જગદીશભાઇ એ રીતેના પોલીસના માણસો એ સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી.
કડુચી ચાર રસ્તા ખાતે નાકાબંધી વાહન ચેકીંગમાં હતા જે દરમ્યાન બે મોટર સાયકલ ઉપર પાંચ  ઇસમો શંકાસ્પદ હાલતમાં ચલાવી લઇ આવતા તેઓને અમો તથા સાથેના પોલીસ માણસોએ રોકી સદર મોટર સાયકલના ચાલકો પાસે મોટર સાયકલ રજીસ્ટ્રેશનને લગતા કાગળો તથા ડ્રાઇવીંગ લાઇસન્સ માગતાં રજુ કરી શકેલ નહીં અને મોટર સાયકલની માલીકી સબંધે પુછતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તેઓના નામ ઠામ પુછતાં (૧) વિનેશભાઇ ઉર્ફે છોટુ પાંગળાભાઇ મેડા ઉ.વ. ૨૯ રહે- મોટીમલુ તા.ધાનપુર જી. દાહોદ (૨) નુરૂભાઇ કાળીયાભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે- પીપલોદરા ફળીયુ ભાણપુર તા.ધાનપુર જી.દાહોદ (૩) મનાભાઇ ઉર્ફે મનસુખભાઇ નરસુભાઇ મેડા ઉ.વ.૪૮ રહે – મોટીમલુ તા.ધાનપુર જી.દાહોદ (૪) ભોપતભાઇ કસનાભાઇ ડામોર ઉ.વ.૩૧ રહે- પાનમ પાડલીયુ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ (૫) ગોવિંદભાઇ ભાવસિંગભાઇ મેડા ઉ.વ.૩૫ રહે- મોટીમલુ ખેડા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદનો હોવાનું જણાવેલ સદરહુ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ બાબતે વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં તા.૧૧/૧૦/૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે ગોઠીબ ગામે એક ઘરના પાછળના વરંડાની દિવાલ કુદી અને ઘરના પાછળના દરવાજાનું તાળુ તોડી ઘરમાંથી ચોરી કરેલ તેમાંથી મળેલ હતા તે છે અને બીજા દાગીના રામસિંગભાઇ વિરસિંગભાઇ ભાભોર રહે- હિન્દોલીયા તા.ફતેપુરા જી.દાહોદનાને આપેલ હોવાની હકીકત જણાવતાં જેના ઘરે તપાસ કરતાં તે મળી આવતાં તેના ઘરમાં તપાસ કરતાં તેના ઘરમાંથી ચાંદીના નાના મોટા સિક્કા નંગ -૧૩૩ તથા ચાંદીની દીવી નંગ -૧ તથા ચાંદીના નાના કડા નંગ -૨ જેનું અંદાજે વજન ૫૦૦/- જેટલુ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય તે મળી આવેલ તથા આયકર વિભાગનું પાન કાર્ડ અગ્રવાલ ઓમ પ્રકાશ બનારસીલાલ જુથારામ નામનું મળી આવેલ જેની કિ.રૂ.૦,૦૦૦ ગણી શકાય આ કામે રોકડ રૂપીયા ૫૦,૮૭૦/- મોબાઇલ નંગ -૬ કિ.રૂ.૩,૦૦૦/- તથા મો.સા.નંગ -૨ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા ચાંદીના દાગીના કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૯૩,૮૭૦/- નો મુદ્દામાલ મળી આવેલ. જે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ ઉપરાંત સદર ઇસમો એ અગાઉ પણ તા.૨૧,૨૨/૦૯/૨૦૧૮ની રાતે પણ *ગોઠીબમાં ઘરફોડ કરેલ હોય જેની કબૂલાત કરેલ છે. તેમજ આ ઘરફોડ ગેંગ મુખ્યત્વે બંધ મકાનોમાં ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments