દાહોદમાં આજે તા.૫/૦૬/૨૦૨૨ ને રવિવારના રોજ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દાહોદ ઝોન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન મંડાવાવ રોડ પર આવેલ સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત આદરણીય મહાત્મા પ્રકાશ જોષીજી ના કરકમલો દ્વારા રીબીન કાપી ત્યાર બાદ દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ 350 જેટલા રક્ત યુનિટ એકઠા કરી માનવતાના આ કાર્ય માં સહભાગી થયા હતા આ રક્તદાન કેમ્પમાં શહેરી તથા ગ્રામ્ય લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરવા કોઈ નાતજાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ તમામના રક્તનો રંગ તો એક જ હોય છે જેને લીધે હિન્દુ હોય કે મુસ્લિમ જો તે સ્વસ્થ હોય તો તેણે રક્તદાન કરવું જ જોઈએ. આ રક્તદાન કેમ્પમાં હિંદુ તથા મુસ્લિમ બંને કોમના લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ તથા રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કરવા આવનાર દાતાનો મેડીકલ ચેકઅપ કર્યા બાદ તેને રક્તદાન કરવાની પરવાનગી આપવામાં આવતી હતી આ સાથે સાથે એક આધ્યાત્મિક પ્રવચન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં રક્તદાન કરવા આવેલ ભક્તજનોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ. પ્રવચન પૂર્ણ થયા બાદ દાહોદ સંત નિરંકાર ચેરીટેબલ ફાઉન્ડેશનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રજીએ આભાર વિધિ કરતા સરસ્વતી શીશુ વિદ્યાલય ના પ્રમુખ કનુભાઈ સૈની, ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા રેડ ક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
આ રક્તદાન શિબિરમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ પક્ષના નેતા રાજેશ સહેતાઈ, ગુલશન બચાણી તથા ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલના ડીન ડો.સી બી ત્રિપાઠી પણ તેમના પૂરા મેડિકલ સ્ટાફ જોડે ઉપસ્થિત રહ્યા હતા.