દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તા.૦૮/૦૬/૨૦૨૩ ને ગુરુવારના રોજ “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત ૧૩૪ – દેવ. બારીયાની જિલ્લા પંચાયત સીટ પીપલોદથી કરવામાં આવ્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર ૯ વર્ષ પુર્ણ થયા છે. જે પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવનાર છે. તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભાનાં દરેક ક્ષેત્રોમાં યોજવામાં આવનાર છે જેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, દેવ. બારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડ, તાલુકા ભાજપના અન્ય હોદ્દેદારો આ વિશેષ જનસંપર્ક અભિયાનમાં જોડાયા હતા.
જે તા.૦૮/૦૬/૨૦૨૩ ને ગુરુવારના રોજ જન સંપર્કમાં દાહોદની જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના જિલ્લા પંચાયતની પીપલોદ સીટના અગ્રણી ભરતભાઈ (નિવૃત્ત આચાર્ય – પીપલોદ) જોડે સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ ગુણા જી.પંચાયત સીટના અગ્રણી પ્રતાપભાઈ કાળુભાઈ (સામાજિક આગેવાન – ભથવાડા) જોડે સંપર્ક સાધી રૂવાબારી જિલ્લા પંચાયત સીટની મોટી ખજૂરી ખાતે મહંત શ્રી બાલકદાસ સાહેબ ની મુલાકાત લઈ નાના કેલિયા ખાતે કેલીયા પંચાયત ઘરની મુલાકાત લીધી. ત્યારબાદ વિશ્રામ ગૃહ ખાતે ભોજન લેવામાં આવ્યું. સીંગેડી સબ સ્ટેશનની મુલાકાત લઈ કાળીડુંગરી જિલ્લા પંચાયત સીટના અગ્રણી બુધાભાઈ વજેસિંહ (નિવૃત્ત આર્મીમેન – કાકલપુર) ની મુલાકાત લઇ બારા જિલ્લા પંચાયત સીટના ડભવાના અગ્રણી કિશોરભાઈ વી. સુથાર (સામાજિક આગેવાન) જોડે મુલાકાત કરી નાડાતોડ ખાતે વિકાસ તીર્થના પ્રવાસમાં એન.આર.જી. કુવાની મુલાકાત લઇ નગવાવ ખાતેના પંચાયત ઘરની મુલાકાત લેવામાં આવી.
ત્યારબાદ સેવનિયા જિલ્લા પંચાયત સીટના ઝાપટિયા ખાતે તુલસીદાસ અને હનુમાનજી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. અને અંતે અમૃત સરોવર યોજના હેઠળ 75 સરોવર પૈકી ના એક એવા સાલિયા ગામ ના શહેરા તળાવ ની મુલાકાત સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ , જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર અને દેવગઢ બારીયા APMC ના ચેરમેન ભરતભાઈ ભરવાડએ કાર્યકર્તા સાથે મુલાકાત લીધી હતી.