Friday, December 27, 2024
Google search engine
HomeViramgam - વિરમગામસઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વર્કશોપ યોજાયો

સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વર્કશોપ યોજાયો

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– બાળકોને ઝાડાની સારવાર રૂપે ઓઆરએસ અને ઝીંકની ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે

સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત ગ્રામજનોને ઝાડાથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત, ORS બનાવવાની રીત નિદર્શન દ્વારા સમજાવવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગોરૈયા ખાતે આયોજીત વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, DIECO વિજય પંડિત, TIECO એસ.એલ. ભગોરા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, એમ.એમ. વેગડા, હાર્દિકા ગોસ્વામિ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ઝાડા થાય ત્યારે તાત્કાલિક ORS અને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને ઝાડા મટી (બંધ) જાય ત્યાં સુધી આપવાનું ચાલુ રાખવું. જે બાળકને ઝાડા થયા હોય તે બાળકને ઝીંકની ગોળી ૧૪ દિવસ સુધી આપવી જોઇએ અને ઝાડા બંધ થઇ જાય તો પણ ઝીંકની ગોળી ૧૪ દિવસ આપવી જ જોઇએ. બાળકોને ઝાડાની સારવાર રૂપે ORS અને ઝીંકની ગોળીનો ઉપયોગ કરવોએ સલામત ઉપાય છે અને આ ઉપાય બાળકને ઝાડામાંથી ઝડપથી સાજુ કરી દે છે. સ્તનપાન ચાલુ રાખવું અને વધારે માત્રામાં પ્રવાહી ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી પણ આપવાનું ચાલુ રાખવું. શુધ્ધ (ચોખ્ખુ) પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા, બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments