Sunday, December 29, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદસમગ્ર ગુજરાત માં 11થી 13 માર્ચ ઝાપટાની આગાહી ના પગલે દાહોદ જીલ્લામાં...

સમગ્ર ગુજરાત માં 11થી 13 માર્ચ ઝાપટાની આગાહી ના પગલે દાહોદ જીલ્લામાં પણ ઠેર ઠેર ઝાપટા પડ્યા

 

pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal limdi

હવામાન ખાતા ની બે દિવસ પૂર્વે આગાહી હતી કે 11થી13 માર્ચ ગુજરાતમાં વર્ષાદ  શક્યતાઓ છે. અને ખરેખર આગાહી સાચી પડી અને સમગ્ર ગુજરાત માં વાદળો ચાવયેલા છે.  દાહોદ જીલ્લા માં ઠેર ઠેર આ અસર જોવા મળી. અને દાહોદના લીમડી નગરમા બપોરના સમયે અચાનક વાતાવરણમા પલટો આવતા ઝરમર છાટા શરૂ થયા હતા. જેના પગલે બે ત્રુતુ નો અનુભવ થવા પામ્યો હતો આજ રોજ સવાર થી જ સુરજ દાદા સંતાકૂકડી રમતા હતા ત્યારે બપોર ના ૧૨|૩૦ ના અરસામા ઠંડા પવન સાથે વરસાદ ના છાટા પડતા હતા જયારે થોડી વાર મા છાટા અને થોડી વાર મા સુરજ ની ગરમી વચ્ચે સંતાકૂકડી જોવા મળતી હતી. રસ્તા માડ માડ પલળે તેવા છાટા ના પગલે શરદી ખાસી જેવી બિમારી માથુ ઉંચકી રહી છે તેમજ રસ્તા ઓ ઉપર જીણી મસી પણ જોવા મળતા રાહદારી તેમજ વાહન ચાલકો ને ભારે મુશ્કેલી પડી રહી છે.અકાળે વર્ષાદ ગ્લોબલ વોર્મિંગ ની અસર તો વર્તાય્જ છે  કમોસમી ઝાપટા ધરતીપુત્રો ને અણધાર્યું નુકશાન કરીજય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments