THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે આજે તા.૨૭/૦૪/૨૦૨૧ ને મંગળવારના રોજ ઝાલોદ પ્રાંત કચેરીના સભાખંડમાં કોરોના મહામારીના સંક્રમણની ચેઇન તોડવાના અનુંસંધાને ઝાલોદ તાલુકાના ઝાલોદ, લીમડી અને આજુબાજુના વિસ્તારના અગ્રણીઓની એક મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગ ઝાલોદ તાલુકાના પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ.
આ મિટિંગમાં કોરોના મહામારીના સંક્રમણની ચેઇન તોડવા સર્વાનુમતે એવું ઠરાવવામાં આવ્યું કે આવતી કાલ તા.૨૮/૦૪/૨૦૨૧ બુધવારથી તા.૦૨/૦૫/૨૦૨૧ રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળેલ મિટિંગમાં પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરી ઉપરાંત ઝાલોદ તાલુકા મામલતદાર પી.એન. પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડી.કે. પાંડે, ઝાલોદ P.S.I. આર.એફ. બારીયા, લીમડી P.S.I. એમ.એલ. ડામોર અને ઝાલોદ તથા લીમડી ગામના અગ્રણીઓ તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. અને સમગ્ર ઝાલોદ તાલુકામાં સંપૂર્ણ લોકડાઉનનેે આ તમામ લોકોએ સમર્થન આપ્યું હતું.