- ૮૯૨ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ, સમસ્યાઓનો તુરત થઈ રહ્યો છે નિકાલ
- જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે તા.૦૫/૧૨/૨૦૨૨ ને સોમવારના દિવસે મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ત્યારે કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ અહીંના વેબકાસ્ટીગ કંટ્રોલ રૂમ ખાતેથી જણાવ્યું કે, આજે સવારે મોક પોલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. અહીંના ૮૯૨ પોલીંગ સ્ટેશનનું અહીંથી લાઈવ વેબકાસ્ટીગ થઈ રહ્યું છે. તેમજ EVM વગેરે સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે. અહીંથી તુરત સેકટર ઓફિસર, R.O. ને જાણ કરીને સમસ્યાને તુરત દૂર કરાઈ છે.
સ્માર્ટ સિટીના ગ્રીન બિલ્ડિંગ ખાતે કલેકટર, જનરલ ઓબ્ઝવર્સ સહિતના ઉચ્ચ અધિકારીઓ વેબકાસ્ટીગ કંટ્રોલ રૂમ ખાતે વહેલી સવારથી જ મોનિટરીગ કરી રહ્યા છે અને જિલ્લામાં ચૂંટણી સંબંધી તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ-કાર્યવાહી કરાઈ રહી છે.