સરકારી ઇજનેરી કોલેજ દાહોદના બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યાંત્રિક ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓએ હ્યુન્ડાઇ મોટર્સ દાહોદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન દરેક વિદ્યાર્થીઓને સમસામયિક નવી એડવાન્સ ઑટોમોબાઇલ ટેક્નોલોજી, અત્યાધુનિક વર્કશોપ અને સર્વિસિંગ વિશે વિસ્તૃતમાં ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન મોટાભાગના વિદ્યાર્થીઓએ રસ દાખવી ભાગ લીધો હતો.
સરકારી ઇજનેરી કોલેજ દાહોદના વિદ્યાર્થીઓનો યોજાયો શૈક્ષણિક પ્રવાસ
RELATED ARTICLES