ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ દ્વારા સિવિલ સર્વિસ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ માટે શ્રી હિમાંશુ શુકલા, ફાઉન્ડર અને સીઈઓ અરીટે આઈએએસ એકેડેમીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
હિમાંશુ શુકલા એ સિવિલ સર્વિસમાં એન્જિનિરીંગ વિદ્યાર્થીઓ કઈ રીતે આસાનીથી કરિયરમાં સફળતા મેળવી શકે અને સિવિલ સર્વિસમાં ઇજનેરી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તકો વિષે સુંદર રજુઆત કરી હતી. આ પ્રોગ્રામ નું સંચાલન પ્રોફેસર ડો.ઈસ્હાક શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.