સરકારી ઈજેનરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યુત વિભાગ દ્વારા સોલાર પેનલ ઈન્સ્ટોલેશન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમ્યાન એસ્પાયર ડિસ્ટ્રિપ્ટિવ સ્કિલ ફાઉન્ડેશનના ટ્રેનર મુફદલ કતવારાવાલાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં સોલાર પેનલ રહેણાંક અને કોમર્સિયલ ઈન્સ્ટોલેશન, મેન્ટેનન્સ અને ગવર્મેન્ટ સોલાર પોલિસી વિશેના પર્ફોર્મન્સ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યુત વિભાગના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.