સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “Fundamentals of Laser and its Applications” વિષય પર નિષ્ણાત ડૉ. અમિત પટેલ (GEC ગોધરા) દ્વારા વ્યાખ્યાન યોજાયું, જેમાં સિવિલ અને મિકેનિકલ શાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નિષ્ણાત વક્તાએ લેસરના મૂળભૂત સિદ્ધાંતો અને વિવિધ ઉદ્યોગો, મેડિકલ અને માપન ક્ષેત્રોમાં તેના ઉપયોગો અંગે વિગતવાર સમજ આપી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન સાથે સત્ર સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું. આ કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.